GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી મહાત્મા ગાંધી ઉત્તર બૂનિયાદી માધ્યમિક વિધાલય, જોધપર (નદી) ખાતે વિશ્વ યુવા કુશળતા દિવસની ઉજવણી કરાઈ

 

MORBI:મોરબી મહાત્મા ગાંધી ઉત્તર બૂનિયાદી માધ્યમિક વિધાલય, જોધપર (નદી) ખાતે વિશ્વ યુવા કુશળતા દિવસની ઉજવણી કરાઈ

 

 

 

આજે વિશ્વ યુવા કુશળતા દિવસ નિમિત્તે મહાત્મા ગાંધી ઉત્તર બૂનિયાદી માધ્યમિક વિધાલય, જોધપર (નદી) ખાતે વિશેષ માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.

આ પ્રસંગે જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીના ડિસ્ટ્રિક્ટ કો- ઓર્ડીનેટરશ્રી મયુર સોલંકી દ્વારા વિદ્યાર્થીઓને કૌશલ્ય વિકાસના મહત્વત વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આજના યુગમાં માત્ર શૈક્ષણિક જ્ઞાન પૂરતું ન ગણાય અને સાથે સાથે ટેકનિકલ, વ્યવસાયિક અને વ્યવહારુ કુશળતાઓ પણ જરૂરી બને છે એ બાબત પર વિશેષ માહિતી આપવામાં આવી હતી. ઉપરાંત વિદ્યાર્થીઓને ‘PMKVY, Skill India Mission, ITI તાલીમ, ASEEM પોર્ટલ વગેરે સરકાર દ્વારા ચાલતી યોજનાઓ’ વિશે માહિતી આપવામાં આવી અને તેને જીવનમાં કેવી રીતે લાભદાયી બનાવી શકાય તે સમજાવવામાં આવ્યું હતું. જેન્ડર સ્પેશિયલિસ્ટશ્રી રાજદીપ પરમાર દ્વારા જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા કાર્યરત વિવિધ યોજનાઓની જાણકારી આપવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને કુશળતા વિકસાવવાનો સંકલ્પ કર્યો હતો. આ તકે શાળાના પ્રિન્સીપાલશ્રી, શિક્ષકશ્રીઓ તથા વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!