GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

નવસારી જિલ્લા ટ્રાફિક પોલીસની અકસ્માત નિવારવા ઝુંબેશ: હેલ્મેટ ન પહેરતા,સીટ બેલ્ટ ન બાંધવો,વધુ ગતિના કારણે અકસ્માતે મૃત્યુ પામે છે.

વાત્સલ્યમ સમાચાર

   મદન વૈષ્ણવ

*નવસારી જિલ્લામાં ગત માસમાં કુલ ૧૭ જીવલેણ અકસ્માત થયા; મોટરસાઇકલ સ્લીપ થતા તથા તે થાંભલા સાથે અથડાવાથી ૦૪ મોટરસાઇકલ ચાલકોનાં મહિના દરમ્યાન મુત્યુ થયેલ છે જે તમામ મોટરસાઇકલ ચાલકોએ હેલ્મેટ પહેરેલ હોત તો જીવ બચી શકે તેમ હતા*

*ગુણવત્તાયુક્ત કે યોગ્ય રીતે હેલ્મેટ ન પહેરવો કે સીટ બેલ્ટ ન બાંધવો કે વાહનની વધુ ગતિ જેવા કારણો બને છે જીવલેણ*

*નવસારી જિલ્લામાં માર્ગ અકસ્માતોને નિવારવા માટે કેસ ટુ કેસ સ્ટડી કરી ટ્રાફિક પોલીસ દ્વારા ટુંકા અને લાંબા-ગાળાની કામગીરી કરવામાં આવી છે. જેના કારણે ભવિષ્યમાં અન્ય અકસ્માતો નિવારી શકાય*

આજના ઝડપી યુગમાં દર વર્ષે અનેક લોકો રોડ અકસ્માતોમાં મૃત્યુ પામે છે. આપણા જિલ્લામાં પણ દર વર્ષે ગુણવત્તાયુક્ત કે યોગ્ય રીત હેલ્મેટ ન પહેરવો કે સીટ બેલ્ટ ન બાંધવો કે વાહનની વધુ ગતિ જેવા કારણો જીવલેણ બને છે. ડિસેમ્બર ૨૦૨૫ દરમિયાન નવસારી જિલ્લામાં કુલ ૧૭ જીવલેણ અકસ્માત થયા. ડિસેમ્બર ૨૦૨૫ દરમિયાન બનેલા આ જીવલેણ માર્ગ અકસ્માતોના વિશ્લેષણમાં સુરક્ષા માટે કેટલીક ગંભીર બાબતો સામે આવી છે. આ અકસ્માતોનું મુખ્ય કારણોમાં ગુણવત્તાયુક્ત કે યોગ્ય રીતે હેલ્મેટ ન પહેરવો, સીટ બેલ્ટ ન બાંધવો, વાહનની વધુ ગતિ, વાહનચાલકોની ગફલત, અને ટ્રાફિક નિયમોનો ભંગ કે અભાવ હોવાનું જણાયું છે. જીલ્લાના હાઈવે અને ગ્રામીણ વિસ્તારોમાં પસાર થતા રોડ પર બાઈક, રીક્ષા, કાર, મોપેડ, રાહદારી, કાર, ટેમ્પો, ટ્રક જેવા વાહનોના અલગ અલગ જીવલેણ અકસ્માતોમાં પાછળ બેસનાર અને રાહદારીઓ સામાન્યથી લઈને ગંભીર રીતે ઘવાતા પણ હોય છે.

વિશેષત:,નવસારી જિલ્લામાં, મોટરસાઇકલ સ્લીપ થતા તથા તે થાંભલા સાથે અથડાવાથી 0૪ મોટરસાઇકલ ચાલકોનાં મહિના દરમ્યાન મુત્યુ થયેલ છે જે તમામ મોટરસાઇકલ ચાલકોએ હેલ્મેટ પહેરેલ હોત તો જીવ બચી શકે તેમ હતા. નવસારી જિલ્લામાં માર્ગ અકસ્માતોને નિવારવા માટે કેસ ટુ કેસ સ્ટડી કરી ટ્રાફિક પોલીસ દ્વારા ટુંકા અને લાબાગાળાની કામગીરી કરવામાં આવી છે. જેના કારણે ભવિષ્યમાં અન્ય અકસ્માતો નિવારી શકાય જેમાં ડીવાઈડર પર એન્ટી-ગ્લેર મુકવા, હાઈવે પરથી પેટ્રોલપંપ ખાતે જવાનો રસ્તો બંધ કરી સર્વિસ રોડનો ઉપયોગ થાય તેવી વ્યવસ્થા કરવામાં આવી, રોડની સાઈડમાં સફેદ પટ્ટા અને વચ્ચેના પટ્ટા પર કેટ આઇ મુકવા, સ્પીડ લીમીટ, યુ ટર્ન અંગેના બોર્ડ મુકવા તથા રેસીડેન્સ વિસ્તાર અંગેના સાઈન બોર્ડ મુકવામાં આવ્યા છે. ગતિ મર્યાદામાં વાહન ચલાવવા તથા રોડ સેફ્ટીના સાઇન બોર્ડ લગાવવામાં આવ્યા, બ્રીજના છેડે રમ્બલસ્ટ્રીપ મુકવા, સ્પીડ બ્રેકર/રમ્બ્લ સ્ટ્રીપ  લગાવવામાં આવ્યા, રોડ ઉપર આવેલ ઝાડ ઘાંસ અને માટી દુર કરાવ્યા, ઝીબ્રા ક્રોસિંગના પટ્ટા દોરવ્યા, રહેણાક વિસ્તારના બોર્ડ મુકવામાં આવ્યા આ સાથે હેલ્મેટ પહેરવા અંગે અવેરનેસ કાર્યક્રમ રાખવા થકી નાગરિકો, યુવાનો અને બાળકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. રાજ્ય સરકાર અને નવસારી જિલ્લા તંત્ર બંને નાગરિકોના માર્ગ સલામતી માટે અનેક પ્રયત્નો કરી રહ્યા છે. નવસારી જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા વિવિધ જનજાગૃતિના કેમ્પેઇન ચલાવવામાં આવે છે. જિલ્લા આર એન્ડ બી વિભાગ દ્વારા અકસ્માત ઝોન વિસ્તારોમાં સ્પીડ બ્રેકર, ચેતવણી બોર્ડ અને રિફ્લેક્ટર લાઇટ્સ, સાથે જ, પોલીસ વિભાગ દ્વારા સ્પીડ કેમેરા, અને ઑટોમેટિક ફાઇન સિસ્ટમના માધ્યમથી કાયદાનો કડક અમલ બનાવવા તરક કામગીરી કરી રહ્યા છે. પરંતુ નિયમોની પાલન કરવાની જવાબદારી નાગરિકોની છે.

કાયદા અને નિયમો બનાવવાની સાથે સાથે તેનું પાલન જરૂરી

Back to top button
error: Content is protected !!