GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

નવસારી જિલ્લાના મતદારો જોગઃ રાજયમાં 28મી ઓક્ટોબરથી સઘન મતદાર યાદી સુધારણા કાર્યક્રમની વિગત….

વાત્સલ્યમ સમાચાર

    મદન વૈષ્ણવ

              તસ્વીર પ્રતિકાત્મક

કેન્દ્રિય ચૂંટણી પંચ દિલ્હીની સૂચના મુજબ ગુજરાત રાજયમાં 28મી ઓક્ટોબર થી સઘન મતદાર યાદી સુધારણા કાર્યક્રમ SIR 2026 અમલમાં છે. તેના પ્રથમ ગણતરી તબક્કો પુર્ણ થતા EF ફોર્મ ભરીને પરત ન આપનાર મતદારોની વિગતો Absent (સ્થળે ન મળી આવનાર), Shifted (સ્થળાંતર કરી ચુકનાર),Death (મૃત્યુ પામનાર), Duplicate (બીજા મતદારમંદળમાં નામ ધરાવતાં) તરીકે BLO દ્વારા રૂબરૂ સ્થળ તપાસ કરી તૈયાર કરવામાં આવેલ છે. અત્રેના નવસારી જિલ્લાનાં તમામ વિધાનસભા મત વિસ્તારોમાં Absent મતદારો- 19172 /Shifted મતદારો – 68247/Death મતદારો – 43839/ and Duplicate મતદારો – 4715 એમ કુલ-135973ની યાદી સ્વરૂપે માન્ય રાજકીય પક્ષો (1) ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ, (2) ભારતીય જનતા પાર્ટી, (3) ભારતીય બહુજન સમાજવાદી પાર્ટી, (4) આમ આદમી પાર્ટીના પ્રતિનિધિઓને આપવામાં આવેલ છે. ઉપરોક્ત યાદીમાં નામ ધરાવતો કોઇ મતદાર જો ડ્રાફટ મતદાર યાદીમાંથી નામ નીકળી જવા બાબતે વાંધો ઉઠાવવા ઇચ્છે તો મતદારે પોતાના મતદાન નોંધણી અધિકારીનો સંપર્ક કરી નમૂના નં.6 નું ફોર્મ પુરાવા સાથે રજુ કરવું. જેથી તેનું નામ મતદાર યાદીમાં રહી શકે. જેની તમામ મતદારોને નોંધ લેવા જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!