નવસારી જિલ્લામાં વિધિવત ચોમાસો જામ્યો: આજે દિવસ દરમિયાન ખેરગામ પંથકમાં સૌથી વધુ ૧૦૬ મીમી વરસાદ નોંધાયો…
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી,તા.૨૬: સમગ્ર રાજ્યમાં મેઘરાજાની પધરામણી થઇ ચુકી છે ત્યારે ભારતીય હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના પગલે નવસારી જિલ્લા તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે અને વરસાદને લગતી તમામ પરિસ્થિતીઓ જેમાં વરસાદના દર બે કલાકના આંક, ડેમની સપાટી, નદીની સપાટી જેવી બાબતો ઉપર બાજ નજર રાખી રહ્યા છે.
વરસાદના આંક ઉપર નજર કરીએ તો, નવસારી જિલ્લામાં આજે તા.૨૬-૦૬-૨૦૨૫ના રોજ વહેલી સવારના ૬.૦૦ વાગ્યાથી સાંજના ૦૬.૦૦ વાગ્યા દરમિયાન નવસારી જિલ્લાના નવસારી તાલુકામાં ૬૫ મી.મી. વરસાદ, ખેરગામ તાલુકામાં સૌથી વધુ ૧૦૬ મી.મી. વરસાદ, વાંસદામાં તાલુકામાં ૪૭ મી.મી. વરસાદ, ચિખલીમાં ૧૦૨ મી.મી. વરસાદ, ગણદેવીમાં ૬૭ મી.મી. વરસાદ, જલાલપોર તાલુકામાં સૌથી ઓછો ૪૫ મી.મી. આમ, નવસારી જિલ્લામાં આજરોજ કુલ-૭૨ મીમી વરસાદ નોંધાયો છે.
મોસમના કુલ વરસાદ ઉપર નજર કરીએ તો, નવસારી જિલ્લાના નવસારી તાલુકામાં ૨૮૩ મી.મી., જલાલપોર તાલુકામાં ૨૧૦ મી.મી., ગણદેવીમાં ૩૧૪ મી.મી., ચિખલીમાં ૪૨૯ મી.મી., ખેરગામ તાલુકામાં ૭૦૭ મી.મી., અને વાંસદામાં ૪૯૨ મી.મી. વરસાદ. એમ, નવસારી જિલ્લામાં આજદિન સુધીનો મોસમનો કુલ સરેરાશ વરસાદ ૪૦૬ મીમી નોંધાયો છે.
ડેમની સપાટી જોઇએ તો, જુજ ડેમ સાંજે ૦૬ વાગ્યા સુધી ૧૫૮.૨૫ ફુટ, કાલીયા ડેમ ૧૦૬.૧૦ ફુટ નોંધાઇ છે.
નદીઓની સપાટી જોઇએ તો, સાંજે ૦૬ વાગ્યા સુધી અંબિકા નદીની ભયજનક સપાટી ૨૮ ફુટ છે જે હાલ ૧૯.૩૫ ફુટ પર વહી રહી છે. પૂર્ણા નદીની ભયજનક સપાટી ૨૩ ફુટ છે જે હાલ ૧૬.૫૦ ફુટ પર વહી રહી છે. જ્યારે કાવેરી નદીની ભયજનક સપાટી ૧૯ ફુટ છે જે હાલ ૧૬.૫૦ ફુટ પર વહી રહી છે.
નોંધનિય છે કે, માર્ગ અને મકાન વિભાગ દ્વારા આપવામાં આવેલ વિગત અનુસાર સાંજે ૦૫ વાગ્યા સુધી નવસારી જિલ્લામાં નવસારી જિલ્લાના પંચાયત હસ્તકના કુલ-૯૨ રસ્તાઓ ઓવરટોપીંગના કારણે અવરોધાયા છે. વાંસદા તાલુકાના ૨૮ રસ્તાઓ, ખેરગામ તાલુકાના ૧૦ રસ્તા, ચીખલી તાલુકાના ૨૯ રસ્તાઓ, ગણદેવી તાલુકાના ૧૫ રસ્તાઓ, જલાલપોર તાલુકાના ૦૨ રસ્તાઓ, નવસારી તાલુકાના ૦૮ રસ્તાઓ મળી નવસારી જિલ્લાના કુલ-૯૨ રસ્તાઓ ઓવરટોપીંગના કારણે અવરોધાયા છે.
આ રસ્તાઓના કારણે વાહન વ્યવહારને અસર ન પહોચે તે માટે વૈકલ્પિક રસ્તાઓનો ઉપયોગ કરવા નવસારી જિલ્લા તંત્ર દ્વારા અનુરોધ કરાયો છે. તથા આ તમામ રસ્તાઓ ઉપર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ ઉપરાંત નાગરિકો માટે ટોલ ફ્રી નંબર ૧૦૭૭ તથા નવસારી જિલ્લાનો હેલ્પલાઇન નંબર ૦૨૬૩૭-૨૩૩૦૦૨/૨૫૯૪૦૧ ઉપર સંપર્ક કરવા જિલ્લા તંત્ર દ્વારા અનુરોધ કરાયો છે.



