GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

Navsari:- ગણદેવી પોલીસની ટિમે ફોજદરી કેસમાં બે વર્ષની સાદી કેદની સજા નો ફરાર આરોપીને અરવલ્લીના ધનસુરાથી પકડી પાડ્યો..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ- નવસારી

ધી નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ ૧૩૮ મુજબના ફોજદારી કેસમાં સજા પામેલ અને છેલ્લા દસ મહીનાથી સજા વોરંટની બજવણીથી બચવા ફરાર થયેલ આરોપીને અરવલ્લીના ધનસુરાથી પકડી પાડતી ગણદેવી પોલીસ ટીમ

પ્રાપ્ત માહિતી મુજબ નવસારી જિલ્લા પોલીસવડા સુશીલ અગ્રવાલ નાઓએ નવસારી જીલ્લામાં નામદાર કોર્ટ તરફથી અવાર નવાર સુચનાઓ અન્વયે ચીખલી  વિભાગ નાયબ પોલીસ અધિક્ષક ભગીરથસિંહ ગોહીલને સૂચના આપી હતી
નવસારીના ત્રીજા એડીશ્નલ ચીફ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટશ્રીની કોર્ટના સી.સી. નં. ૧૨૨૬૫/૨૦૨૧ તથા ૧૮૯૧૧/૨૦૨૧ થી આરોપી મેરુ ઉર્ફે મેરામણભાઇ રામદેવભાઇ ભાટીયા ઉ.વ. ૪૫ રહે. ધીરૂભાઇની વાડી, ઓપોઝીટ શાંતી ફેમીલી રેસ્ટોરન્ટ નવસારી-ગણદેવી રોડ, તા.ગણદેવી જી.નવસારી હાલ રહે.૬૭૫, શુભલક્ષ્મી સોસાયટી, રહેજ તા.ગણદેવી જી.નવસારી નાઓ વિરૂધ્ધ ધી નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ ૧૩૮ મુજબનો કેસ દાખલ થયેલ હતો સદર બન્ને કેસ તા.૦૯/૦૨/૨૦૨૪ના રોજ ચાલી જતા બન્ને કેસમાં આરોપીને તકસીરવાન ઠરાવી બે વર્ષની સાદી કેદની સજા તથા ફરીયાદીને કાયદેસરની રકમ વળતર પેટે ચુકવી આપવા તેમજ આરોપી ફરીયાદીને આ રકમ ચુકવી આપવામાં નિષ્ફળ જાય તો વધુ છ માસની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ કરવામાં આવેલ હતું જે હુકમના આધારે આરોપી વિરૂધ્ધ સજા વોરંટ ઇશ્યુ થયેલ અને આરોપી આ સજા વોરંટની બજવણીથી બચવા ફરાર થયેલ હતા અને તેઓ છેલ્લા દસ મહીનાથી ફરાર હોય આ કામે આરોપી વિરૂધ્ધ અવાર નવાર નામદાર કોર્ટ તરફથી વોરંટ આવતુ પણ આરોપી જણાવેલ સરનામે મળી આવતા ન હોય જેથી ગણદેવી પો.સ્ટે.ના પો.ઈ. શ્રી એ.જે.ચૌહાણ તથા પો.સ.ઈ. શ્રી ડી.એમ.રાઠોડ તથા એ.એસ.આઇ. સંદીપભાઇ તથા અ.પો.કો આશિષભાઇ.અ. પો.કો. વિજયસિંહ સહિતની ટીમે આરોપીનું પગેરું મેળવવા ટેકનીકલ સોર્સ તથા હ્યુમન સોર્સના આધારે આરોપી અરવલ્લી જીલ્લામાં હોવાની માહીતી મેળવી અરવલ્લી જીલ્લાના ધનસુરા ખાતેથી ઝડપી પાડ્યો હતો.

Back to top button
error: Content is protected !!