Navsari: ગુરુકુલ વિદ્યામંદિર સુપામાં વાજતે ગાજતે શાળા પ્રવેશોત્સવ ઉજવાયો
વાત્સલ્યમ સમાચાર
નવસારી
“ગુરુકુલ ના પવિત્ર અને ધાર્મિક વાતાવરણમાં દેશની મહાન પરંપરાઓને અનુરૂપ શિક્ષણ કાર્ય કરાવવામાં આવે છે” – આદિજાતિ વિભાગ મદદનીશ કમિશનરશ્રી સુજાત ભાઈ પ્રજાપતિ શાળા પ્રવેશ ઉત્સવમાં સેલ્ફી પોઇન્ટ આકર્ષણનું કેન્દ્ર બન્યું :
રાજ્ય સરકાર દ્વારા શાળા પ્રવેશોત્સવ-૨૦૨૪ નો આજથી સમગ્ર રાજ્યમાં પ્રારંભ થયો છે. ત્યારે નવસારી જિલ્લામાં પણ તા. ૨૬ જૂને મહર્ષિ દયાનંદ સ્મારક ગુરુકુલ સૂપામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો દબદબાભેર પ્રારંભ થયો હતો. જેમાં સુજાતભાઈ પ્રજાપતિ મદદનીશ કમિશનર આદિજાતિ વિભાગ નવસારી, નવસારી તાલુકા પંચાયત ઉપપ્રમુખ નાનુભાઈ રાઠોડ, એસટી યુવા મોરચા પ્રમુખ અર્જુનભાઈ હળપતિ, વાલીઓ ગુજરાત ગુરુકુલ સભાના પદાધિકારીઓ હાજર રહ્યા હતા જેમનું શાળા બેન્ડ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા સંસ્કૃત શક્તિ ગુરુકુલની માન્યતા મળતા સદર વર્ષે પ્રથમ કક્ષા ધોરણ 6 થી 40 બ્રહ્મચારીઓને પ્રવેશ આપવામાં આવ્યો છે. ગુરુકુલ વિદ્યામંદિર સુપા માધ્યમિક વિભાગ ધોરણ 9 માં 43 વિદ્યાર્થીઓને પ્રવેશ મેળવેલ છે. ગુરુકુલમાં પવિત્ર અને ધાર્મિક વાતાવરણમાં દેશની મહાન પરંપરાઓને અનુરૂપ શિક્ષણ કાર્ય કરાવવામાં આવે છે તેવું સુજાતભાઈ પ્રજાપતિ જણાવ્યું હતું સાથે સાથે સરકારની વિવિધ યોજનાઓ ની માહિતી આપી હતી. સમગ્ર પ્રવેશ ઉત્સવમાં ચિત્ર શિક્ષક નીલય આહીર દ્વારા બનાવવામાં આવેલ સેલ્ફી પોઇન્ટ અને શાળા બેન્ડ વિદ્યાર્થીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. નવીન પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓએ આવનાર સમયમાં શ્રેષ્ઠ શિક્ષણ મેળવવા માટે કટિબદ્ધતા દર્શાવી હતી સંસ્કૃત ગુરુકુલના બ્રહ્મચારીઓએ સુરેશભાઈ રત્નાણી સાથે મળી ગાયત્રી મંત્રો સાથે વેદીમાં હવન કર્યો હતો . પ્રવેશ મેળવનાર તમામ વિદ્યાર્થીઓને કીટ આપીને સન્માન કરવામાં આવ્યું હતું. ગુરુકુલ માધ્યમિક વિભાગ નાં વિદ્યાર્થીઓની ઉત્તરવહી શાળા કેમ્પસ અને શાળાની મુલાકાત લેવામાં આવી હતી રાજ્ય સરકારના “ઉજવણી ઉલ્લાસમાં શિક્ષણ” હેઠળ મહેમાનો દ્વારા પટાંગણમાં વૃક્ષારોપણ કરી આજનો પ્રવેશ ઉત્સવ સંપન્ન થયો હતો ગુજરાત ગુરુકુલ સભાના પદાધિકારીઓએ અભિનંદન આપ્યા હતા. શિક્ષણવિદો દ્વારા સમગ્ર ગુરુકુલ ને પ્રવેશ ઉત્સવ માટે અભિનંદન મળી રહ્યા છે.