Navsari: ગુરુપૂર્ણિમા ઉજવણીએ તમામ કર્મયોગીઓનું ભવ્ય સન્માન તેમજ આચાર્ય ચંદ્રગુપ્તને પી.એચ.ડી માટે સન્માનિત કરાયાં

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
મહર્ષિ દયાનંદ સ્મારક ગુરુકુલ સુપા ખાતે મુખ્યાધિષ્ઠાતા તરીકે ફરજ બજાવતા આચાર્ય ચંદ્રગુપ્ત વેલાણીએ ગુરૂકુલ કાંગડી સમવિશ્વ વિદ્યાલય હરિદ્વાર દ્વારા ઉપનિષદો કે આધ્યાત્મિક તત્વો કા દાર્શનિક પરિશીલન શ્રી અરવિંદ કે પરિપેક્ષ વિષય પર મહાશોધ નબિંધ રજુ કર્યો હતો. જેને સમવિશ્વ વિદ્યાલય હરિદ્વાર એ માન્ય રાખી પીએચડીની પદવી એનાયત કરી છે.
ગુજરાત ગુરુકુલ સભાના પદાધિકારીઓ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. ગુરુપૂર્ણિમાના ઉજવણીના ભાગરૂપે સમગ્ર ગુરુકુલ ના કર્મયોગીઓનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું ગુજરાત ગુરુકુલ સભાના ઉપ મંત્રી નરેન્દ્રસિંહ ઠાકોર, ચેતનભાઇ પટેલ, અજીતભાઈ નાયક, રમેશભાઈ પટેલ દ્વારા આચાર્યજીને અભિનંદન પાઠવવામાં આવ્યા હતાં. ગુરુપૂર્ણિમાનું મહત્વ સમજાવી વિદ્યાર્થી શિવ પ્રજાપતિ તથા શ્રીમતી હીનાબેન પરમાર દ્વારા ગુરુપૂર્ણિમાનું મહત્વ સમજાવવામાં આવ્યું પીએચડી પૂર્ણ થતા આચાર્યજી ને સમગ્ર ગુરુકલ પરિવાર અને શિક્ષણવિદો તરફથી શુભેચ્છા મળી રહી છે તમામ વિભાગના આચાર્ય અને બ્રહ્મચારીઓએ અભિવાદન સમારંભમાં હાજરી આપી હતી. આચાર્યશ્રી શીતલ પટેલે આભાર વિધિ કરી હતી અને સહ કેમ્પસ ડાયરેક્ટર સુરેશભાઈ રત્નાણીએ સમગ્ર કાર્યક્રમ માટે જહેમત ઉઠાવી હતી.



