Navsari:મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે નવસારીમાં રાજ્યના ૧૩માં અદ્યતન બસ પોર્ટનું લોકાર્પણ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
મુસાફરોને બસપોર્ટમાં મળશે એરપોર્ટ જેવી સુવિધાઓ
—– રૂ.૮૨ કરોડના ખર્ચે ૫૦૨૫ ચોરસ મીટરમાં નવનિર્મિત અદ્યતન બસપોર્ટના લોકાર્પણમાં નાણા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ અને વાહનવ્યવહાર રાજ્ય મંત્રી પ્રવિણ માળીની પ્રેરક ઉપસ્થિતિ
——— મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે નવસારીમાં રૂ. ૮૨ કરોડના ખર્ચે ૫૦૨૫ ચોરસ મીટરમાં નવનિર્મિત અદ્યતન સુવિધાઓ સાથેના બસપોર્ટનું લોકાર્પણ નાણા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ અને વાહનવ્યવહાર રાજ્ય મંત્રી પ્રવિણ માળીની પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું .
ટાઉન હોલ ખાતે આયોજિત કાર્યક્રમ પ્રસંગે મુખ્યમંત્રી જણાવ્યું હતું કે “વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ લોકોની સુવિધા સુખાકારી માટે આપેલી ઈઝ ઓફ લિવિંગની સંકલ્પના તથા સર્વગ્રાહી વિકાસને સાર્થક કરશે એમ જણાવી મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે, નવસારીમાં આજે રાજ્યનું ૧૩ મુ બસ પોર્ટ લોકાર્પિત થયું છે અને એરપોર્ટ જેવા સુવિધાયુક્ત કુલ ૧૫ બસ પોર્ટ નિર્માણ કરવાનું લક્ષ્ય છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ સામાન્ય નાગરિકોને એરપોર્ટ જેવી સુવિધાઓ સાથેના બસપોર્ટ આપવાનો આપેલો નવતર વિચાર અને વિઝન અમે રાજ્યના બસમથકોનો કાયાકલ્પ કરીને સાકાર કર્યું છે.”
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા રાજ્યમાં નિર્માણ થતાં બસ મથકોને વડાપ્રધાનશ્રીના વિઝન અનુરૂપ સુવિધાઓ સાથે બસપોર્ટ તરીકે વિકસાવવાનો અભિગમ અપનાવીને પી.પી.પી. ધોરણે નિર્માણ પામેલા આ બસપોર્ટમાં મુસાફરોની સુગમતા માટે ડિલક્ષ વેઈટીંગ રૂમ, આર.ઓ. પાણીની વ્યવસ્થા, ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સ, રીફ્રેશમેન્ટ માટે કેન્ટીન, દિવ્યાંગજનો માટે વ્હીલચેરની સુવિધા અને સી.સી.ટી.વી. કેમેરાથી સજ્જ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં આવા ૧૨ બસપોર્ટનું નિર્માણ થયું છે. એટલુ જ નહી, મોટા શહેરોના બસપોર્ટમાં મુવી થિએટર, બેન્ક્વેટ હોલ અને શોપીંગ મોલની સુવિધા પણ ઊભી કરાઈ છે.
આ પ્રસંગે નાણાં અને શહેરી વિકાસ મંત્રી તથા નવસારી જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, અને વાહન વ્યવહાર રાજ્ય મંત્રી શ્રી પ્રવિણભાઈ માળી , વલસાડના સાંસદશ્રી ધવલ પટેલ તથા ધારાસભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્યમંત્રીશ્રીના દિશાદર્શનમાં સુવિધાસભર બસપોર્ટ નિર્માણને પરિણામે રાજ્યમાં પ્રવાસીઓ માટે આરામદાયક અનુભવ, વેપારીઓ માટે નવી તકો અને યુવાનો, બહેનોને રોજગારી અને કારકિર્દી માટે તેમજ વિદ્યાર્થીઓને અભ્યાસ માટે અવર જવરની અસરકારક જાહેર પરિવહન સુવિધાઓ પૂરી પાડીને ગુજરાત એક મહત્વનું ટ્રાવેલસ હબ બન્યું છે.





