Dhoraji: ધોરાજીમાં બાળ દિવસ, અન્નપ્રાશન દિવસ સાથે પોષણ પખવાડિયાની ઉજવણી

તા.૧૭/૪/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
રમત-ગમતના માધ્યમથી વાલીઓને પોષણ અને સ્થૂળતા અટકાયતના પગલાં વિષે માહિતી અપાઇ
Rajkot, Dhoraji: દેશભરમાં આગામી ૨૨ એપ્રિલ સુધી ’’પોષણ પખવાડિયા’’ની ઉજવણી ચાલી રહી છે, ત્યારે રાજકોટ જિલ્લામાં સંકલિત બાળ વિકાસ યોજના કચેરી દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરાઈ રહી છે.
ધોરાજી ઘટકના કેન્દ્ર પર બાળ દિવસ-અન્નપ્રાશન દિવસ તેમજ પોષણ પખવાડિયાની ઉજવણી કરવામાં આવી હતી, જે અંતર્ગત વાલી મિટિંગ યોજવામાં આવી હતી. જેમાં રમત-ગમત દ્વારા વાલીઓ સાથે સંવાદ કરીને માતા અને બાળકોના પોષણ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. તદુપરાંત, બાળકો, કિશોરો અને તરૂણોમાં જોવા મળતી સ્થૂળતા દૂર કરવા અંગે વાલીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને વાલીઓના પોષણ સંબંધે મુંઝવતાને પ્રશ્નોનું સમાધાન પણ કરવામાં આવ્યું હતું. આ અવસરે ‘સહી પોષણ, દેશ રોશન’ની નેમ સાથે પોષણ શપથ લેવડાવવામાં આવ્યા હતા.





