Navsari: જમ્મુ અને કાશ્મીરમાં આતંકી હુમલાને લઈ નવસારી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રા.બજરંગદળમાં ભારે આક્રોશ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ–નવસારી

નવસારી તા.૨૫ એપ્રિલ, જમ્મુ અને કાશ્મીરના પ્રખ્યાત પર્યટન સ્થળ પહેલગામમાં તાજેતરમાં બનેલી ઘટના, જ્યાં આતંકવાદીઓએ હિન્દુ પ્રવાસીઓને તેમના ધાર્મિક નામ પૂછ્યા પછી ક્રૂરતાથી હત્યા કરી, તેનાથી સમગ્ર રાષ્ટ્રને આઘાત ની લાગણી ફેલાઈ છે. આ માત્ર આતંકવાદી હુમલો નથી પણ ભારતના બહુમતી સમુદાયની ધાર્મિક સ્વતંત્રતા, ઓળખ અને ગૌરવ પર સીધો હુમલો છે. આ નિર્દોષ હિંદુ પ્રવાસીઓની હત્યાને લઈ આજરોજ ભારતના વડાપ્રધાન માનનીય નરેન્દ્ર મોદીને સંબોધી નવસારી જિલા કલેક્ટરને આવેદનપત્ર આપી પોતાની વેદના વ્યક્ત કરી છે.આ આવેદનમાં લખાયું છે. તમારા નેતૃત્વમાં દેશે આતંકવાદ સામે સાહસિક પગલા લીધા છે, પરંતુ આવી ઘટનાઓ દર્શાવે છે કે હિન્દુ સમાજ પ્રત્યે દ્વેષ રાખનારા તત્વો હજુ પણ સક્રિય છે અને આપણા દેશની એકતા, અખંડિતતા અને સામાજિક સુમેળને ખલેલ પહોંચાડવાનું કાવતરું ઘડી રહ્યા છે.ભારે આક્રોશ સાથે આ આતંકવાદીઓ સામે કડક પગલા આહવાન કરાયું છે.જેમાં આવઘટનામાં સંડોવાયેલા તમામ આતંકવાદીઓની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે અને તેમને સૌથી કડક સજા (મૃત્યુદંડ) આપવામાં આવે. જમ્મુ અને કાશ્મીરમાં હિન્દુ પ્રવાસીઓ અને પ્રવાસીઓની સુરક્ષા માટે કાયમી અને અસરકારક સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવી જોઈએ. મૃતકોના પરિવારોને યોગ્ય નાણાકીય સહાય પૂરી પાડવી જોઈએ અને પરિવારના એક સભ્યને સરકારી સેવા પૂરી પાડવી જોઈએ,તમામ ધાર્મિક સ્થળો અને યાત્રાધામોની સુરક્ષા માટે એક સંકલિત રાષ્ટ્રીય સુરક્ષા નીતિ પડવી જોઈએ, ધાર્મિક આધાર પર થતી કોઈપણ હિંસાને રાજદ્રોહ તરીકે વર્ગીકૃત કરવી જોઈએ અને કડક કાર્યવાહી સુનિશ્ચિત કરવી જોઈએ, દેશમાં એક લાખ મદરેસા આતંકવાદની તાલીમ આપી રહ્યા છે, તેના પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવો જોઈએ, આ ઘટના ફક્ત પીડિત પરિવારો માટે જ પીડાદાયક નથી, પરંતુ સમગ્ર હિન્દુ સમાજની આત્માને પણ દુઃખ પહોંચાડે છે. અમે વિનંતી કરીએ છીએ કે આ મુદ્દાને રાષ્ટ્રીય સુરક્ષા અને સામાજિક ન્યાય સાથે જોડવામાં આવે અને તાત્કાલિક અને કડક પગલા લેવામાં આવે જેથી ભવિષ્યમાં કોઈ આતંકવાદી તત્વ ભારતીય ભૂમિ પર આવું કાયરતાપૂર્ણ કૃત્ય કરવાની હિંમત ન કરી શકે માટે કડક પગલા ભરવા વિનંતી કરવામાં આવી છે.




