વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા તથા ગ્રાહક સુરક્ષાના મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા દ્વારા આજે નવસારી જિલ્લામાં ચીખલી તાલુકાના સાદડવેલ ગામમાં દમણગંગા બલ્ક પાઇપલાઇન ગણદેવી- ચીખલી (પાર્ટ ૧ અને ૨) તથા વાંસદા તાલુકાના મીંઢા બારી ખાતે દમણગંગા બલ્ક પાઇપલાઇન ભિનાર જુથ પાણી પુરવઠા યોજનાની સ્થળ મુલાકાત લઇ કામોની સમીક્ષા કરવામાં આવી હતી.આ પ્રસંગે સુરત ઝોન ૬ના મુખ્ય ઇજનેર એલ.કે.કોટા દ્વારા પ્રોજેક્ટ અંગે વિગતવાર સમજુત કરતાં જણાવ્યું હતું કે, યોજનાની કામગીરી પુર્ણ થયા બાદ નવસારી જિલ્લાના ગ્રામીણ વિસ્તારના ગામોમાં પાણી સરળતાથી ઉપલ્બધ રહેશે.સાથે જ ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણીની સુલભતા વધશે અને ખેડૂતોને વ્યાપક લાભ મળશે. તેમણે મંત્રી કુંવરજીભાઈ બાવળિયાને યોજનાં ભૌતિક કામગીરીની પ્રગતિ અંગે વિગતવાર જાણકારી આપી હતી. સ્થળ મુલાકાત દરમિયાન અધિક્ષક ઇજનેરશ્રીએ પ્રોજેક્ટની ટેક્નિકલ બાબતો અંગે મંત્રીશ્રીને અવગત કર્યા હતા.
આ મુલાકાત દરમિયાન મંત્રીશ્રીએ અધિકારીશ્રીઓને સમયમર્યાદામાં અસરકારક કામગીરી પૂર્ણ કરવા જરૂરી સૂચનો તથા માર્ગદર્શન આપ્યું હતું .