GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO
Rajkot: નેપાળ ગયેલા રાજકોટ જિલ્લાના નાગરિકોની મદદ માટે ઇમર્જન્સી નંબર જાહેર કરાયા

તા.૧૦/૯/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: નેપાળ ગયેલા રાજકોટ જિલ્લાનાં નાગરિકોની મદદ માટે કાઠમંડુ સ્થિત ભારતીય દુતાવાસ તેમજ રાજકોટ જિલ્લા કંટ્રોલરૂમ દ્વારા ઇમર્જન્સી નંબર જાહેર કરાયા છે.
હાલમાં નેપાળમાં પ્રવર્તમાન પરિસ્થિતિ ધ્યાનમાં રાખી રાજકોટ જિલ્લાની કોઈ પણ વ્યક્તિ નેપાળમાં હોય અને તેમને કોઈ મદદની જરૂર પડે તો, તેઓ કાઠમંડુ સ્થિત ભારતીય દુતાવાસ ઈમરજન્સી નંબર: +977-9808602881, +977-9810326134 નંબર તેમજ રાજકોટ જિલ્લાના કંટ્રોલરૂમ નંબર (નાગરિકોની મદદ માટે) 0281-2471573 નંબર પર સંપર્ક કરી શકે છે, તેમ જિલ્લા વહીવટીતંત્રની યાદીમાં જણાવાયું છે.



