
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે એક સઘન જનજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. પાલિકાની ટીમો દ્વારા જાહેર બગીચાઓ, ફૂડ કોર્ટ્સ અને બજારોમાં જઈને નાગરિકોને સિંગલ-યુઝ પ્લાસ્ટિકના જોખમો વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. ‘પ્લાસ્ટિક હટાવો, પર્યાવરણ બચાવો’ના નારા સાથે લોકોને કચરાનું યોગ્ય વર્ગીકરણ કરવા અને ભીના કચરામાંથી ઘરે જ કમ્પોસ્ટ (ખાતર) બનાવવા પ્રોત્સાહિત કરાયા હતા. આ અભિયાનનો મુખ્ય હેતુ નાગરિકોમાં પર્યાવરણ પ્રત્યેની જવાબદારી વધારવાનો અને પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવાનો છે. નવસારીના વિકાસમાં દરેક નાગરિકનો સહકાર અનિવાર્ય છે. જ્યારે આપણે સાથે મળીને પ્લાસ્ટિકનો ત્યાગ કરીશું, ત્યારે જ નવસારી સાચા અર્થમાં ‘સ્વચ્છ અને ગ્રીન’ શહેર બની શકશે. મહાનગર પાલિકાના આ પ્રયાસને શહેરીજનોનો વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે.





