નવસારી મહાનગરપાલિકા પ્લાસ્ટીક ડ્રાઇવ ધરવામાં આવતા નોન-ઓથોરાઈઝ્ડ પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. મળતી માહિતી મુજબ નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરી વિસ્તારમાં પ્રતિબંધિત પ્લાસ્ટીક ઉપયોગને ધ્યાનમાં લઈ કડક કાર્યવાહી હાથ ધરી છે.<span;>તા. 19/05/2025 ના રોજ વિવિધ કોમર્શિયલ માર્કેટ તેમજ ડેપો રોડ વિસ્તારમાં 120 માઇક્રોનથી ઓછી જાડાઈ ધરાવતા પ્લાસ્ટિક પર ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. આ ડ્રાઈવમાં 21 કિલો જેટલો પ્લાસ્ટિક જપ્ત કરી કાયદાનો ઉલ્લંઘન કરનાર વેપારીઓ પાસેથી રૂપિયા 12,000 દંડ વસૂલવામાં આવ્યું હતું નવસારી મહાનગરપાલિકાએ નાગરિકોને વિનંતી કરી છે કે તેઓ નોન-ઓથોરાઈઝ્ડ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરે અને સ્વચ્છતા અભિયાનમાં સહભાગી બની સ્વચ્છ નવસારી સુંદર નવસારી બનાવવા સહયોગ કરે…