બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
પત્રકાર પ્રતિનિધિ
નેત્રંગ : ગ્રામજનોએ પોતાના પડતર પ્રશ્નો / રજૂઆતો અંગેની અરજી સરનામા તથા કોન્ટેક નંબર સાથે મારી અરજી તાલુકા સ્વાગતમાં લેવી તેવા મથાળા સાથે ગામના તલાટીને સંબોધીને દર મહિનાની તા.૧૦મી સુધી આપવાની રહેશે. જેનો જે તે તાલુકામાં તાલુકા સ્વાગત કાર્યક્રમમાં સમાવેશ કરાવવામાં આવે છે. જે અંતગર્ત નેત્રંગ તાલુકા ખાતે જિલ્લા આયોજન અધિકારીના અધ્યક્ષસ્થાને નેત્રંગ મામલતદાર કચેરી ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો. આ સ્વાગત કાર્યક્રમમાં ૮ જેટલા પ્રશ્રોનો સુખદ અંત આવ્યો હતો.
ત્યારે નેત્રંગ મામલતદાર રીતેશભાઇ કોંકણી, પોલીસ ઇન્સ્પેક્ટર આર.સી.વસાવા, તાલુકાના અધિકારીઓ હાજર રહી પ્રજાના પ્રશ્નો સાંભળ્યા
હતા.