નવસારી મહાનગરપાલિકા દ્વારા જાહેર જનતા માટે જાહેરનામું બાહર પાડવામાં આવ્યું..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ,નવસારી
નવસારી મહાનગરપાલિકા દ્વારા જાહેર જનતાને જણાવવામાં આવે છે નામદાર સરકારશ્રીના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ જાહેરનામાં ક્રમાંક KV-01 OF 2025 UDUHD/COC/E-File/18/204/6138/P SECTION, DT.01/01/2025 ના જાહેરનામાંથી નવસારી વિજલપોર નગરપાલિકા તેમજ મોજે:એરુ, હાસાપોર, દાંતેજ અને ધારાગીરી નો સમાવેશ કરી “નવસારી મહાનગરપાલિકા” ની રચના કરવામાં આવેલ છે. નવસારી મહાનગરપાલિકા હેઠળ નવસારી શહેર, જલાલપોર, વિજલપોર, ઇટાળવા, તિધરા, વિરાવળ, જમાલપોર, ચોવીસી, છાપરા, કબીલપોર, કાલીયાવાડી, દાંતેજ, ધારાગીરી, એરુ અને હંસાપોર ગામનો સમાવેશ થાય છે. સદરહુ સમવિષ્ટ વિસ્તાર પૈકી ઇટાળવા અને તિધરામાં નવસારી શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા મુસદ્દારૂપ નગર રચના યોજના નં. ૦૧ (ઇટાળવા), નં. ૦૨ (ઇટાળવા-તિધરા) અને નં. ૦૩ (તિધરા) બનાવવામાં આવેલ છે. સદર યોજનાને નામદાર સરકારશ્રી દ્વારા અનુક્રમે તા. ૨૮/૦૧/૨૦૨૫, તા.૦૪/૦૨/૨૦૨૫ અને તા.૦૪/૦૨/૨૦૨૫ ના જાહેરનામાથી મંજૂરી મળેલ છે. સદર મુસદ્દારૂપ નગર રચના યોજનામાં મહત્તમ ૪૦% કપાત કરેલ છે. જે અન્વયે નવસારી મહાનગરપાલિકા દ્વારા મુસદ્દારૂપ નગર રચના યોજના નં. ૨ (ઇટાળવા-તીઘરા) અને નં. ૩ (તીઘરા) અંતર્ગત સર્વે નં/ સીટીએસ. નં: ૧૭૦ અને ૧૭૨ ની વચ્ચે થી લઈ સર્વે નં/ સીટીએસ. નં: ૩૩૫ અને ૩૩૬ સુધીનો ૧૮ મી. ટી.પી રોડ માં કુલ સર્વે નં/સીટીએસ. નં ૩૬, તેમજ મુસદ્દારૂપ નગર રચના યોજના નં. ૩ (તીઘરા) અંતર્ગત સર્વે નં/ સીટીએસ. નં: ૨૨ અને ૬૧૪ ની વચ્ચે થી લઈ સર્વે નં/ સીટીએસ. નં: ૨૦૨ અને ૨૦૩ સુધીનો ૧૮ મી. ટી.પી રોડ માં કુલ સર્વે નં/સીટીએસ. નં ૩૬, તેમજ મુસદ્દારૂપ નગર રચના યોજના નં. ૩ (તીઘરા) અંતર્ગત સર્વે નં/ સીટીએસ. નં: ૫૮૪ અને ૫૮૩ ની વચ્ચે થી લઈ સર્વે નં/ સીટીએસ. નં: ૩૦૪ અને ૨૪૫ સુધીનો ૧૮ મી. ટી.પી રોડ માં કુલ સર્વે નં/ સીટીએસ. નં ૨૦, તેમજ મુસદ્દારૂપ નગર રચના યોજના નં. ૨ (ઇટાળવા-તીઘરા) અંતર્ગત સર્વે નં/ સીટીએસ. નં: ૩૧ ની વચ્ચે થી લઈ સર્વે નં/ સીટીએસ. નં: ૩૪૦ સુધીનો ૨૪ મી. ટી.પી રોડ માં કુલ સર્વે નં/ સીટીએસ. નં ૩૩ માંથી ટી.પી રસ્તો ખુલ્લા કરવામાં આવશે. સદર મુસદ્દારૂપ નગર રચના યોજનામાં કરાયેલ આયોજનને માન. કમિશનરશ્રી દ્વારા તા. ૨૦/૦૫/૨૦૨૫ના રોજ નોંધ ઉપર મંજૂરી આપવામાં આવી છે. ઉપરોકત માહિતી નવસારી મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા તમને વધુ માહિતી મળી શકે છે.



