GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરમાં એર પ્રદૂષણ નિયંત્રણ માટે કન્સ્ટ્રક્શન સાઇટ્સ પર કડક સૂચનાઓ

વાત્સલ્યમ સમાચાર

    મદન વૈષ્ણવ

નવસારી મહાનગરપાલિકાના નગર નિયોજક કચેરી (ટાઉન પ્લાનિંગ વિભાગ) દ્વારા શહેરમાં વધતા એર પોલ્યુશનને નિયંત્રણમાં લાવવા મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરવામાં આવી છે. શહેરના મહાનગરપાલિકા વિસ્તારમાં હાલ ચાલુ બાંધકામ ધરાવતા અંદાજિત 250થી વધુ કન્સ્ટ્રક્શન સાઇટ્સની મુલાકાત લઈને તમામને પ્રાથમિક સૂચનાઓ આપવામાં આવી છે. આ સૂચનાઓ હેઠળ ખાસ ભાર આપવામાં આવ્યો છે કે તમામ કન્સ્ટ્રક્શન સાઇટ પર ગ્રીન સેફ્ટી નેટ અથવા અન્ય જરૂરી ડસ્ટ કંટ્રોલ પ્રોટેક્શન નેટ્સ ફરજિયાત રીતે લગાવવામાં આવે. બાંધકામ દરમ્યાન ઉડતી ધૂળ, કચરો અને સૂક્ષ્મ કણો હવાના ગુણવત્તામાં ઘટાડો ન કરે તે માટે નવસારી મહાનગરપાલિકા દ્વારા આ પહેલ અત્યંત જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે…

 

એર પોલ્યુશન ઘટાડો, જન આરોગ્ય સુરક્ષા તથા શહેરમાં શુદ્ધ હવા અને સ્વચ્છ પર્યાવરણ જળવાઈ રહેવા માટે મહાનગરપાલિકા દ્વારા તમામ કોન્ટ્રાક્ટર, બિલ્ડર્સ અને ડેવલપર્સને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે તેઓ સોમવાર સુધીમાં પોતાની તમામ કન્સ્ટ્રક્શન સાઇટ્સ પર ગ્રીન સેફ્ટી નેટ્સ, બેરિકેડિંગ તથા ડસ્ટ કંટ્રોલ સિસ્ટમ્સ સ્થાપિત કરવા ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા સૂચના આપવામાં આવી છે કે જો કોઈ બાંધકામ સાઇટ પર નિયમોનું ઉલ્લંઘન જોવા મળશે તો  બાંધકામ કોન્ટ્રેક્ટર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. શહેરના નાગરિકોના આરોગ્ય અને પર્યાવરણ જાળવણીને ધ્યાને રાખીને આ અભિયાનને વધુ અસરકારક બનાવવા તમામ વિભાગો એક દિશામાં કામગીરી કરી રહ્યા છે. નવસારી મહાનગરપાલિકાની આ પહેલ શહેરને વધુ શુદ્ધ અને પોલ્યુશન-ફ્રી બનાવવા દિશામાં  અતિ મહત્વપૂર્ણ પગલું સાબિત થશે

 

Back to top button
error: Content is protected !!