નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરી વિકાસ અંતર્ગત સામુહિક વિચાર વિમર્શ”ચિંતન શિબિર”કાર્યક્રમ યોજાયો

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ગુજરાત રાજ્ય દ્વારા વર્ષ ૨૦૨૫–૨૬ ને “ગુજરાત શહેરી વિકાસ વર્ષ” તરીકે ઉજવવામાં આવી રહ્યું છે, તે સંદર્ભમાં નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરના સર્વાંગી, ટકાઉ અને ભવિષ્યલક્ષી વિકાસ માટે “ચિંતન શિબિર ૨૦૨૬”નું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરનો મુખ્ય હેતુ શહેરી વિકાસની દિશા નક્કી કરવા માટે સામૂહિક વિચારવિમર્શ કરવામાં આવ્યો હતો.
આ ચિંતન શિબિરનું આયોજન NMC ટાઉન હોલ ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં માનનીય કલેક્ટરશ્રી તથા મહાનગરપાલિકાના વહીવટદારશ્રી, મ્યુનિસિપલ કમિશનરશ્રી , ડીડીઓશ્રી, ડેપ્યુટી કમિશનરશ્રી સહિત જિલ્લા પ્રશાસન અને મહાનગરપાલિકાના વરિષ્ઠ અધિકારીઓની વિશેષ ઉપસ્થિતિ જોવા મળી હતી. કાર્યક્રમની શરૂઆત સત્રમાં મ્યુનિસિપલ કમિશનર દેવ ચૌધરી દ્વારા સંબોધન કરવામાં આવ્યું હતું ત્યાર બાદ “સામૂહિક ચિંતનથી સામૂહિક વિકાસ તરફનો પ્રયાસ” જે માત્ર વિચારાત્મક સ્તરે સીમિત ન રહી, પરંતુ વ્યવહારુ આયોજન અને અમલીકરણ તરફ દોરી તેને પાયા પર એક્ઝિક્યુશન કરવામાં આવે તેમજ શહેરી વિકાસના પાયાને વધુ કઈ રીતે કરી શકાય તે બાબતે માર્ગદર્શન આપ્યું
આ ચિંતન શિબિર કાર્યક્રમમાં કલેક્ટર ક્ષિપ્રા આગ્રે. દ્વારા વહીવટદાર તરીકેની દૃષ્ટિકોણથી શહેરી આયોજન, આંતરવિભાગીય સંકલન અને વિકાસ યોજનાઓની અસરકારક અમલવારી અંગે પોતાના અનુભવો અને વિચારધારા રજૂ કર્યા હતા. કાર્યક્રમના આગળના તબક્કે અલગ અલગ શહેરોથી આવેલાથી આવેલા એક્સપર્ટસ ડાયલોગ સિરીઝની શરૂવાત કરવામાં આવી હતી, આ અંતર્ગત E-Governance અને Artificial Intelligence વિષય પર ચર્ચા કરવામાં આવી, જેમાં ભવિષ્યના શહેરી વિકાસના તંત્રમાં ડિજિટલ વ્યવસ્થાઓની ભૂમિકા અને તેના ફાયદાઓ પર વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. રોડ ડેવલપમેન્ટ અને ક્વોલિટી કંટ્રોલ પ્રેક્ટિસિસ વિષયક સત્રમાં માર્ગ વિકાસની ગુણવત્તા, મેન્ટેનેન્સ અને ટકાઉ માળખાં અંગે મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી, જેનાથી શહેરી માળખાકીય વિકાસ વધુ મજબૂત બને તે અંગે ચર્ચા થઈ હતી.પર્યાવરણીય ઇજનેરી વિષયક સત્રમાં પર્યાવરણ સંરક્ષણ, સંસાધનોનો જવાબદાર ઉપયોગ અને હરિત વિકાસ પર ભાર મૂકવામાં આવ્યો, જે શહેરી વિકાસ સાથે પર્યાવરણના સંતુલન માટે અનિવાર્ય છે. ટાઉન પ્લાનિંગ સ્કીમ્સ અંગેની ચર્ચામાં થીમ આધારિત આયોજન, સુવ્યવસ્થિત વસાહતો અને ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી કરવામાં આવતી યોજનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.યુટિલિટી નેટવર્ક અને ઈન્ટિગ્રેટેડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્લાનિંગ વિષય પર પાણી, ડ્રેનેજ, વીજળી અને અન્ય સેવાઓને એકસાથે સંકલિત કરીને ટકાઉ વિકાસ કેવી રીતે શક્ય બને તે અંગે વિચારવિમર્શ કરવામાં આવ્યો.
રિવરફ્રન્ટ તથા પબ્લિક સ્પેસ ડેવલપમેન્ટ વિષયક સત્રમાં જાહેર સ્થળોના સૌંદર્યીકરણ, નાગરિકો માટે ખુલ્લી અને ઉપયોગી જગ્યાઓના વિકાસ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો.
અર્બન લેન્ડસ્કેપ ડિઝાઇન અને અર્બન ડિઝાઇન પ્રોજેક્ટ્સના સ્કેલ અને ઇન્ટરવેન્શન વિષયક ચર્ચાઓએ શહેરના દૃશ્યમાન વિકાસ અને નાગરિક અનુભૂતિને વધુ સશક્ત બનાવવા માટે નવી દિશા આપી હતી.ઓપન ઇન્ટરએક્શન સત્ર દરમિયાન અધિકારીઓ અને કર્મચારીઓએ નિષ્ણાતો સાથે સીધો સંવાદ સાધી પોતાના પ્રશ્નો, સૂચનો અને અનુભવો રજૂ કર્યા, જેના પરિણામે વ્યવહારુ માર્ગદર્શન પ્રાપ્ત થયું.
કાર્યક્રમના અંતિમ તબક્કામાં ઓફિસ એટિકેટ, પ્રોફેશનલ કન્ડક્ટ, ટીમ બિલ્ડિંગ તથા Learn with Fun અભિગમ હેઠળ ટીમવર્ક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું, જેમાં અધિકારીઓ અને કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો.
આ ઉપરાંત કાર્યક્રમના અંતમાં તમામ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા વિવિધ રમતો અને કરિક્યુલર એક્ટિવિટીઝ યોજાઈ હતી તેમજ AB School ના વિદ્યાર્થીઓ દ્વારા ફાયર સેફ્ટી અવેરનેસ વિષયક નાટકનું પ્રભાવશાળી પ્રદર્શન કરવામાં આવ્યું, જેના દ્વારા આગથી બચાવ અને સુરક્ષા અંગે મહત્વપૂર્ણ સંદેશ આપવામાં આવ્યો. આ રીતે “ચિંતન શિબિર ૨૦૨૬” નવસારી મહાનગરપાલિકાની એક મહત્વપૂર્ણ અને દિશાનિર્ધારક પહેલ તરીકે સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી.





