GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

નવસારી મહાનગરપાલિકાએ બાકી વેરા ધારકોની દુધિયા તળાવ શોપિંગ સેન્ટરની ૪૫ કોમર્શિયલ મિલકત સીલ કરી

વાત્સલ્યમ સમાચાર

    મદન વૈષ્ણવ

નવસારી મહાનગરપાલિકાના વેરા વિભાગ દ્વારા બાકી વેરાની વસૂલાત માટે ચાલુ અભિયાન અંતર્ગત છેલ્લા કાર્યવાહીના ભાગરૂપે દુધિયા તળાવ શોપિંગ સેંટર ખાતે આવેલ ૪પ કોમર્શિયલ સીલ કરાયા હતા. અગાઉથી વારંવાર નોટિસ આપવામાં આવ્યા બાદ પણ મિલકતધારકો દ્વારા બાકી વેરાની રકમ જમા ન કરાતા કાયદેસરની કાર્યવાહી હાથ મિલકતોને સીલ કરવામાં આવી હતી. આ સમગ્ર ઘટના દરમિયાન અમુક કોમર્શિયલ/રહેણાક મિલકત માલિકોએ સ્થળ પર વેરા ચુકવણી કરવામાં આવી હતી જે મુજબ અંદાજે રોકડ રૂ.૧૨.૫ લાખ સ્થળ પર રિકવરી મેળવવામાં આવી હતી, જેના પરિણામે હાલ નવસારી મહાનગરપાલિકાના વેરા વિભાગ દ્વારા કુલ ૭૮% ટોટલ વેરા રિકવરી થયેલ છે. નવસારી મહાનગરપાલિકા દ્વારા સ્પષ્ટ કરવામાં આવે છે કે બાકી વેરો વસૂલ કરવા માટે આ પ્રકારની કામગીરી સતત ચાલુ રહેશે. અને વધુ સખ્તાઈથી (વિજળી કાપ, પાણી કનેક્શન કાપ, ડ્રેનેજ કાપ ) કામગીરી થનાર છે..જેથી પણ પ્રકારની ભલામણ ચલાવી લેવામાં આવશે નહીં, બાકીદારોને અંતિમ તક તરીકે તાત્કાલિક બાકી રકમ ભરપાઈ કરી મિલકત અનસીલ કરાવવા સૂચના આપવામાં આવી છે. જો નિયત સમયમર્યાદામાં ચૂકવણી નહીં કરવામાં આવે તો આગળની વધુ કડક કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. નવસારી મહાનગરપાલિકા તમામ મિલકતધારકોને અનુરોધ કરે છે કે તેઓ સમયસર વેરો ભરપાઈ કરી નગર વિકાસમાં સહભાગી બને. વધુ માહિતી અથવા સહાય માટે વેરા વિભાગ, નવસારી મહાનગરપાલિકાનો સંપર્ક કરવા વિનંતી કરવામાં આવે છે. વધુમાં દર શનિવાર અને રવિવારે પણ વેરા વિભાગની કચેરી આપની સેવામાં કાર્યરત રહેશે.

Back to top button
error: Content is protected !!