નવસારી મહાનગરપાલિકા દ્વારા પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિક પર સખ્ત કાર્યવાહી કરવામાં આવી…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ ટીમ દ્વારા સ્વચ્છ સર્વેક્ષણ 2025-26ના અંતર્ગત એક નિર્ણાયક કાર્યવાહી કરવામાં આવી છે. ટીમે વોર્ડ નં. 8 માં સ્થિત ‘સ્નેહ પ્લાસ્ટિક’ નામક દુકાનમાં નિયમિત તપાસ કરતાં ત્યાંથી 350 કિલોગ્રામ પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિક (જેવી કે પોલીથીન, પ્લાસ્ટિકના પાતળા થેલા, કપ, સ્ટ્રો વગેરે) જપ્ત કર્યા છે.
આ કાર્યવાહીમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક સામગ્રી વેચાણ, સંગ્રહ કે ઉપયોગ કરવા બદલ દુકાન માલિક પર રૂપિયા 15,000/- નો દંડ (પેનલ્ટી) લગાવવામાં આવ્યો છે. દંડની રકમની ચુકવણી તુરંત કરવાની સૂચના આપવામાં આવી છે. નવસારી મહાનગરપાલિકા સતત જાહેર જનતાને પ્લાસ્ટિકના દુરુપયોગથી થતા નુકસાન વિશે જાગૃત કરતી આવી છે, અને પર્યાવરણ સંરક્ષણ માટે ‘Reduce, Reuse, Recycle’ ના સિદ્ધાંતને પ્રોત્સાહન આપે છે. આવી કાર્યવાહી શહેરને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે મહાનગરપાલિકાની સખ્ત નીતિનો ભાગ છે.





