GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

નવસારી મહાનગરપાલિકા દ્વારા રૂ.૧૧ કરોડના ખર્ચે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટના અપગ્રેડેશનની કામગીરી હાલ પ્રગતિમાં

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

નવસારી મહાનગરપાલિકા દ્વારા નગરજનોને વધુ મજબૂત અને શ્રેષ્ઠ પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ થાય તે હેતુસર વિવિધ તળાવો અને વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટના અપગ્રેડેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે. વોટર વર્ક્સ વિભાગ દ્વારા અંદાજિત રૂ.૧૧ કરોડના ખર્ચે ઘેલખડી અને દૂધિયા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સમાં ટેકનિકલ સુધારાઓ, સ્ટોરેજ સુવિધા વિસ્તરણ તથા એડમિનિસ્ટ્રેશન ઈમારતોના વિકાસ જેવા વિવિધ પ્રોજેક્ટ્સ હાલ પ્રગતિ પામ્યા છે.

વિશેષરૂપે, રૂ. ૪ કરોડના અંદાજિત ખર્ચે ઘેલખડી૧૦  એમએલડી વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટના વોટર સ્ટોરેજ વિભાગ માટે દેસાઈ તળાવ અને મફતલાલ તળાવને લિંક કરીને વિકાસના કામો હાથ ધરાયા છે. આ યોજનાથી બંને તળાવો દ્વારા લગભગ ૨૫૦ એમએલડી પાણીના સંગ્રહની ક્ષમતા વધશે, જે પાણી પુરવઠા વ્યવસ્થાને વધુ કાર્યક્ષમ અને લાંબાગાળે ટકાઉ બનાવી દેશે.

તે ઉપરાંત, રૂ.૭ કરોડના અંદાજિત ખર્ચે દૂધિયા ૩૦ એમએલડી અને ઘેલખડી ૧૦ એમએલડી વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટના મશીનરીના અપગ્રેડેશન, પ્લાન્ટ રિનોવેશન તથા વોટર વર્ક્સ પ્લાન્ટના એડમિનિસ્ટ્રેશન બિલ્ડિંગના વિકાસની કામગીરી પણ ચાલુ છે.

આ સમગ્ર યોજના પૂર્ણ થવાથી બંને પ્લાન્ટની કેપેસીટીમાં વધારો થશે અને નવીન ટેક્નોલોજીથી નવસારી નાગરિકોને વધુ શુદ્ધ અને સતત પાણી ઉપલબ્ધ થશે.

Back to top button
error: Content is protected !!