નવસારી મહાનગરપાલિકાની ઇટાળવા તળાવની બ્યુટિફિકેશન અને ડેવલપમેન્ટની આધુનિક કામગીરી પૂર્ણતાના આરે

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરના ઇટાળવા તળાવનું લગભગ ૧૨ કરોડ રૂપિયાના ખર્ચે આધુનિક ઢબે બ્યુટિફિકેશન (સૌંદર્યકરણ) અને ડેવલપમેન્ટ કામગીરી હાલ કાર્યરત છે. આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ નવસારી શહેરને એક નવું, આકર્ષક અને આધુનિક પિકનિક સ્પોટ મળશે. આ પ્રોજેક્ટની સંપૂર્ણ ડિઝાઇન ‘નિર્મિતિ ધ ડિઝાઇન સ્ટુડિયો’ દ્વારા તૈયાર કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ કુલ 43,૭૭૦ ચોરસ મીટર જેટલા વિશાળ પ્લોટ એરિયામાં સાકાર થવા જઈ રહ્યો છે. આ તળાવ પરિસરને એક સંપૂર્ણ પારિવારિક પર્યટન સ્થળ તરીકે વિકસાવવામાં આવશે. પ્રોજેક્ટના ડિઝાઇન અનુસાર, આ નવા તળાવ ડેવલપમેન્ટમાં નીચે મુજબની અત્યાધુનિક સુવિધાઓ અને વિશેષતાઓ સામેલ હશે: રોડ કનેક્ટિવિટી (Road Connectivity): આ તળાવ સીધું મુખ્ય હાઇવે અને બીજુબાજુ દાંડી હેરિટેજ રોડ સાથે જોડાયેલું છે, જે તેને પિકનિક સ્પોટ માટે એક આદર્શ અને પ્રાઇમ લોકેશન બનાવે છે.




