MEHSANAMEHSANA CITY / TALUKO
પોષણ માસમાં આયુર્વેદિક દ્રષ્ટિએ પોષણ એ અંતર્ગત નાગલપુર ખાતે વિવિધ કાર્યક્રમ યોજાયા
આર્યુવેદની ટીમ દ્વારા આયુર્વેદની સમજ આપવામાં આવી હતી
પોષણમાહ અંતર્ગત નાગલપુર ખાતે આયુર્વેદની દ્રષ્ટિએ પોષણની ઉજવણી કરવામાં આવી હતી.
આંગણવાડી વર્કર બહેનો દ્વારા માતૃશક્તિ, પૂર્ણ શક્તિ અને બાળશક્તિ માંથી પૌષ્ટિક વાનગી બનાવી નિદર્શન કરવામાં આવ્યું હતું. તેમજ આર્યુવેદની ટીમ દ્વારા આયુર્વેદની સમજ આપવામાં આવી હતી અને એનીમિક કિશોરીઓને કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આયુષ દ્વારા યોગા પ્રાણાયામ કરવામાં આવ્યા હતા. “એક પેડ મા કે નામ” અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા આયુર્વેદિક અધિકારી શ્રી ડો. જૈન ,સંકલિત બાળ વિકાસ યોજનાના જિલ્લા પ્રોગ્રામ ઓફિસર જિજ્ઞાબેન દવે, આયુષ્યમાન આરોગ્ય મંદિર નાગલપુર મેડિકલ ઓફિસર શ્રી અમનકુમાર પટેલ, યોગ ઇન્સ્ટ્રક્ટર શ્રી પટેલ દક્ષાબેન અને પટેલ વિરલભાઈ તેમજ ઇન્ચાર્જ સીડીપીઓ શ્રી અંજનાબેન પટેલ તથા મુખ્ય સેવિકા અને કાર્યકર બહેનોએ હાજરી આપી હતી.