AHAVADANGGUJARAT

જાહેર રસ્તા ઉપર બુલેટ ચાલક દ્વારા ધ્વની પ્રદૂષણ કરતા વાહન ચાલક વિરૂધ્ધ કાર્યવાહી કરતી નવસારી પોલીસ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી

સુરત વિભાગ રેન્જ આઈજી પ્રેમવીરશિંગ તથા નવસારી પોલીસવડા સુશીલ અગ્રવાલ દ્વારા તા.૦૩/૧૨/૨૦૨૪ થી તા.૦૫/૧૨/૨૦૨૪ તથા તા.૧૧/૧૨/૨૦૨૪ થી તા.૧૨/૧૨/૨૦૨૪ સુધી બુલેટ ડ્રાઇવનું આયોજન હાથ ધર્યું હતું આ ડ્રાઇવ દરમ્યાન જાહેર રસ્તા ઉપર અવાર-નવાર બુલેટ ચાલક બુલેટના સાયલેન્સર મોડીફાઈ કરી ધ્વની પ્રદુષણ તેમજ ઘોંઘાટ કરતા હોય છે. તેવા બુલેટ ચાલકો વિરૂધ્ધ કાયદેસર કરવા સુચના આપેલ જે અન્વયે નવસારી જીલ્લાના તમામ પો.સ્ટે. વિસ્તારમાં પોલીસની ટીમે અલગ-અલગ ટીમો બનાવી વાહન ચેકીંગ રાખવામાં આવેલ જે વાહન ચેકીંગ દરમ્યાન બુલેટના સાયલેન્સર મોડીફાઇ કરી ધ્વની પ્રદૂષણ તેમજ ઘોંઘાટ કરતા હોય તેવા કુલ -૪૩ બુલેટ એમ.વી એક્ટ ૨૦૭ મુજબ વાહન ડીટેઈન તથા કોર્ટ N.C. કુલ-૧૬ તથા રૂ.૩૬૦૦૦/- સમાધાન શુલ્ક દંડ વસુલ કરવામાં આવી..

Back to top button
error: Content is protected !!