નવસારી:”પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના”હેઠળ જૂન માસનો જથ્થો ૦૫મી જૂન સુધી લઇ લેવા અનુરોધ કરાયો
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી, તા.૦૨: રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદો – ૨૦૧૩ ( NFSA ) હેઠળ સમાવિષ્ટ તમામ લાભાર્થીઓને “પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના ” હેઠળ વિનામુલ્યે મળતા અનાજનો લાભ આપવા માટે રાજ્ય સરકાર કટીબધ્ધ છે. જેથી લાભાર્થીઓના હિતમાં માહે : જુન- ૨૦૨૫ માસનો અનાજનો જથ્થો તા.૦૫/૦૬/૨૦૨૫ સુધી મેળવી લેવા રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદો – ૨૦૧૩ ( NFSA ) હેઠળ સમાવિષ્ટ તમામ લાભાર્થીઓને અનુરોધ કરવામાં આવે છે. વધુમાં, આ લાભ મેળવવા માટે અને લાભાર્થીઓને સાચી ઓળખ પ્રસ્થાપિત કરવા માટે સાચા લાભાર્થીઓને નિયત કરેલ ધારા ધોરણ પ્રમાણે લાભ મળે તે માટે તમામ લાભાર્થીઓનું ઇ-કેવાયસી કરાવવું જરુરી છે. જે મુજબ નવસારી જિલ્લામાં અત્યાર સુધીમાં ૯૦.૮૬% લાભાર્થીઓએ પોતાનું ઇ-કેવાયસી પુર્ણ કરેલ છે. તેમજ નવસારી જિલ્લાના રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદો – ૨૦૧૩ ( NFSA ) હેઠળ સમાવિષ્ટ તમામ લાભાર્થીઓને અપીલ કરવામાં આવે છે કે, જો આપનું ઇ-કેવાયસી બાકી હોય તો સબંધિત ગ્રામ પંચાયત ખાતે વી.સી.ઇ., સ્થાનિક પોસ્ટ વિભાગના કર્મચારી, મામલતદાર કચેરી, વ્યાજબી ભાવની દુકાન પર જઈને તેમજ ઘરે બેઠા સેલ્ફ ઇ-કેવાયસી (My Ration App દ્વારા) કરાવી લઇ આપની નજીકની વાજબી ભાવની દુકાન ખાતેથી આપના લાભનું અનાજ મેળવી લેવા જિલ્લા પુરવઠા અધિકારી નવસારી દ્વારા અપીલ કરવામાં આવી છે.