Navsari: જલાલપોર તાલુકામાં મેલેરિયા અને ડેન્ગ્યું રોગ વિશે જન જાગૃતિ કાર્યક્રમ યોજાયો..

વાત્સલ્યમ સમાચાર
નવસારી
મેલેરિયા ફ્રી ગુજરાત અંતર્ગત તાલુકા હેલ્થ કચેરી જલાલપોર દ્વારા જલાલપોર તાલુકામાં મેલેરિયા અને ડેન્ગ્યું રોગ વિશે જન જાગૃતિ આવે તે માટે જુન માસ મેલેરિયા વિરોધી માસ ઉજવણીના ભાગરૂપે આરોગ્ય કર્મચારીઓ અને આશા બહેનો ઘરે ઘરે જઈ મચ્છર ઉત્પતિ સ્થાનો શોધી કામગીરી કરવામાં આવી હતી
મેલેરિયા અને ડેન્ગ્યું રોગ વિશે લોકોને વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. કોઈ પણ તાવ મેલેરિયા હોઈ શકે છે તાવ આવે તો નજીકના સરકારી દવાખાનાનો તથા ૧૦૪ તાવ હેલ્પ લાઈનનો ઉપયોગ કરવા કર્મચારીઓ મારફત તાલુકાના દરેક ગામોમાં જાણકારી આપી હતી. મચ્છર ઉત્પત્તિ સ્થાનો શોધી દવાનો છંટકાવ કરી અને ઓઇલબોલ મૂકી મચ્છર ઉત્પત્તિ સ્થાનોનો નાશ કરવામાં આવ્યો હતો. જળાશયોમાં પોરાભક્ષક ગપ્પી ફીશ મુકવામાં આવી હતી. મેલેરિયા અને ડેન્ગ્યુંની પત્રિકાનું વિતરણ હાથ ધરવામાં આવ્યું હતું. જુન માસમાં આરોગ્ય કર્મચારીઓ અને આશા બહેનો ઘરે-ઘરે જઈ મચ્છર ઉત્પતિ સ્થાનો શોધી કામગીરી કરવામાં આવી છે. જલાલપોર તાલુકાની પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળાઓમાં મેલેરિયા અને ડેન્ગ્યું વિષે વિસ્તુત માહીતી આપવામાં આવી અને મચ્છર અને લાર્વલ ડેમોસટ્રેશન જિલ્લા કક્ષાના અધિકારીશ્રીઓ તાલુકા હેલ્થ ઓફીસરશ્રી તથા મેડીકલ ઓફીસરશ્રીઓ ના માર્ગદર્શન અને નિરીક્ષણ હેઠળ કામગીરી કરવામાં આવી હતી.





