BHARUCHBHARUCH CITY / TALUKO

ભરૂચ ડેપો દ્વારા હોળી ધુળેટીના તહેવાર ને ધ્યાને રાખી પંચમહાલ તરફના મજૂરી કરતા કર્મયોગીને તેના વતન તરફ જવા માટે 10થી 12 માર્ચ સુધી એક્સ્ટ્રા બસનું સંચાલન કરવામાં આવનાર છે.જેમાં ત્રણ દિવસમાં 90 બસોનું સંચાલન કરવામાં આવ્યું છે.

સમીર પટેલ, ભરૂચ

ઔદ્યોગિક દ્રષ્ટિએ હરણફાળ ભરી રહેલા ભરૂચ જિલ્લામાં બાંધકામ સહિતના અનેક પ્રોજેકટ ચાલી રહયાં છે. ત્યારે દાહોદ,ગોધરા ઉપરાંત મધ્યપ્રદેશ તરફના હજારો શ્રમજીવીઓ અહીંયા રોજગારી કરવા ભરૂચ જિલ્લામાં આવતા હોય છે. ત્યારે શ્રમજીવીઓ માટે હોળી તથા ધુળેટીના પર્વ ખુબજ મહત્વ ધરાવે છે.તેઓ દેશના કોઇ પણ ખુણામાં હોય પરતું તેઓ તહેવાર ઉજવવા માટે તેમના વતનમાં પહોંચી જતાં હોય છે.વતનમાં જતાં શ્રમજીવીઓની સરળતા માટે ભરૂચ ડેપો તરફથી 10 થી 12 માર્ચ ત્રણ દિવસ એક્સ્ટ્રા બસનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં ત્રણ દિવસ મળીને કુલ 90 બસો દોડાવવામાં આવનાર છે.

આ તમામ બસોનું સંચાલન ભોલાવ નવીન બસ સ્ટેશન તેમજ જીએનએફસી અને અંકલેશ્વર જીઆઇડીસી બસ સ્ટેન્ડ ખાતેથી કરાશે.જેમાં દાહોદનું ભાડું રૂ. 208 અને ઝાલોદનું રૂ.243 છે. આ અંગે ભરૂચ ડેપો મેનેજર વિશાલ છત્રીવાલાએ જણાવ્યું હતું કે,શ્રમિકોનું આખુ ગૃપ વતનમાં જવા માગતું હશે તો એસ.ટી આપના દ્વારે” સૂત્ર હેઠળ તેઓને તેમના કામ કરવાના સ્થળ સુધી બસની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે જેથી તેઓ પોતાના વતન સરળતાથી પહોંચી શકશે,બસની સિટિંગ કેપેસિટી મુજબ 52 મુસાફરો થાય તો એસટી બસ તેઓના દ્વારે લેવા માટે આવશે. તેઓ સરળ રીતે મુસાફરી કરી શકે અને કોઈ તકલીફ કે અગવડતા ઉપસ્થિત ન થાય અને તેઓ પોતાના વતનમાં તહેવાર માણી શકે તેવું આયોજન કરાયું છે. ગત વર્ષના સંચાલકીય પરિણામો જોતા ગતવર્ષે 78 વાહનો સંચાલિત કરી 11 લાખની આવક સાથે 5200 શ્રમયોગીઓનું વહન કરવામાં આવ્યું હતું.ત્યારે આ વર્ષે પણ શ્રમયોગીને કોઈ પણ તકલીફ વગર તેમના વતન લાવવા લઈ જવા એસટી વિભાગ તત્પર છે.

Back to top button
error: Content is protected !!