GUJARATNAVSARI

નવસારી RTO કચેરીનો સહાયક મોટર વાહન નિરિક્ષક રૂ. 7 હજારની લાંચ લેતા એસીબીએ ઝડપી પાડયો…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી

નવસારી આર.ટી.ઓ કચેરીનો લાંચિયો સહાયક મોટર વાહન નિરીક્ષક સંતોષસિંહ યાદવ 7 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો..

પ્રાપ્ત માહિતી મુજબ ગુજરાત એન્ટી કરપ્શન બ્યૂરોના ટોલ ફ્રી નંબર પર મળેલી ફરિયાદના આધારે નવસારીના આસિ. મોટર વ્હિકલ્સ ઇન્સ્પેક્ટરની લાંચ કેસમાં ધરપકડ કરી છે. સહાયક મોટર વાહન નિરીક્ષક સંતોષસિંહ સર્વજીતસિંહ યાદવ (મૂળ રહે. મોમાઈનગર, ગાંધીનગર, જામનગર )ને 7 હજારની લાંચ સ્વીકારતા નવસારી આરટીઓ કચેરીમાંથી ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

એસીબી ગુજરાતના ટોલ ફ્રી નંબર  1064 પર નવસારી આરટીઓ કચેરીના અધિકારી/કર્મચારીઓની હેરાનગતિ ફરિયાદ મળી હતી. લાંચની રકમ મેળવવા માટે નવસારી હાઇવે પરથી પસાર થતી અન્ય રાજ્યોની ટ્રકોને જુદા જુદા બહાના હેઠળ ડિટેઇન કરી લેવામાં આવતી હતી. ડિટેઇન કરાયેલી ટ્રક છોડાવવા માટે ટ્રક ડ્રાઇવર/માલિકે નિયમને આધિન દંડ ઉપરાંત રૂપિયા 5 હજારથી 10 હજાર સુધી લાંચ આપવી પડતી હતી.

લાંચીયા આરટીઓ અધિકારીને ઝડપી લેવા માટે નવસારી એસીબી સ્ટાફે ફરિયાદીના સહયોગથી ડીકોય ગોઠવી હતી. આજ રોજ આસિ. મોટર વ્હિકલ્સ ઇન્સ્પેક્ટર સંતોષસિંહ યાદવે ડિટેઇન કરેલી ટ્રકને છોડવા માટે નિર્ધારીત દંડ ઉપરાંત 7 હજાર રૂપિયાની લાંચ માગી હતી. સંતોષસિંહ યાદવ નવસારી આરટીઓ કચેરીમાં આવેલી ઇન્સ્પેક્ટર ઑફિસમાં લાંચ લેતા ઝડપી લઇ 7 હજાર કબજે કરાયા  છે. આરોપી સંતોષસિંહ યાદવ વર્ષ 2013માં નોકરી લાગ્યા હતા અને છેલ્લાં સાડા ચાર વર્ષથી નવસારી આરટીઓ કચેરી ખાતે ફરજ બજાવતા હતા અને મહિને 35 હજાર પગાર મેળવે છે.

Back to top button
error: Content is protected !!