GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

નવસારી સામાજિક વનીકરણ વિભાગ સુપા દ્વારા વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામા આવી

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

વિદ્યાર્થીઓએ રેલી તથા માનવકૃતિના માધ્યમથી સિંહ સંરક્ષણ અને પર્યાવરણ જાળવણીનો સંદેશો આપ્યો

 

દર વર્ષે ૧૦ ઓગસ્ટના રોજ વિશ્વભરમાં સિંહોના સંરક્ષણ અને તેમના મહત્વ વિશે જાગૃતિ ફેલાવવા માટે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવે છે. જે અંતર્ગત નવસારી જીલ્લામાં  સામાજિક વનીકરણ રેંજ  સુપા દ્વારા એક સપ્તાહથી જનજાગૃતિ  અભિયાન  હાથ ધરવામાં આવ્યા છે જેના હેઠળ નવસારીની  એ.બી.સ્કૂલ  સહિત અન્ય શાળાઓમાં  સિંહ દિવસની   ઉજવણી કરવામાં આવી હતી.

આ ઉજવણીનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને સિંહોના સંરક્ષણ અને સંવર્ધન તેમજ જૈવિક મહત્વ અને સ્થાનિક પર્યાવરણમાં સિંહોની ભૂમિકા વિશે માહિતગાર કરવાનો હતો.શાળાઓમાં આયોજિત વિવિધ કાર્યક્રમોમાં નવસારી રેન્જ ફોરેસ્ટ ઓફિસર શ્રી હિના પટેલે  સિંહોના સંરક્ષણ માટે વન વિભાગ દ્વારા કરવામાં આવતા પ્રયાસો વિશે ઊંડાણપૂર્વક વાત કરી સિંહોની વર્તણૂક તેમના જીવન ચક્ર અને માનવ તેમજ સિંહોના પરસ્પર સંઘર્ષને ઘટાડવા માટે લેવામાં આવતા પગલાં વિશે માહિતી આપી હતી.

આ  જનજાગૃતિ અભિયાનમાં  શાળાના વિધાર્થીઓ દ્વારા એક પેડ મા કે નામ ”  અંતર્ગત વૃક્ષારોપણ કરીને પોતાના વાવેલા વૃક્ષને સાચવવાનો સંકલ્પ લીધો હતો તેમજ તમામ  સિંહોના સંરક્ષણ અને સંવર્ધન માટે શપથ લીધા હતા. જેમાં  સિંહોના કુદરતી નિવાસ સ્થાનનું રક્ષણ કરવા અને સહ અસ્તિત્વને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

નવસારી જિલ્લામાં સિંહ સંરક્ષણ અંગે જાગૃતિ ફેલાવ હેતુસર  નવસારીના સામાજિક વનીકરણ વિભાગના નાયબ વનસંરક્ષક શ્રી ઉર્વશી આઈ. પ્રજાપતિ અને મદદનીશ વનસંરક્ષક શ્રી કેયુર પટેલના માર્ગદર્શન હેઠળ સામાજિક વનીકરણ રેંજ સુપા દ્વારા  વિવિધ શાળાઓમાં નિબંધ લેખન, ચિત્ર સ્પર્ધા, વકૃત્વ સ્પર્ધા, પ્રશ્નોત્તરી, ગોષ્ઠી તેમજ જાહેર સ્થળોએ રેલી જેવા કાર્યક્રમો કરી  “સિંહ બચાવો” સંદેશ આપવામાં આવ્યો હતો  તેમ સામાજિક વનીકરણ રેંજ સુપા દ્વારા જણાવવામાં આવ્યું હતું.

Back to top button
error: Content is protected !!