GUJARATNAVSARI

Navsari:-SOG ટીમે વાંસદા તાલુકાના પીપલખેડ ખાતે એક બોગસ ઉટવેદુ ઝોલાછાપ ડોકટર ઝડપી પાડ્યો.

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-વાંસદા ડાંગ
નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં આવેલ પીપલખેડ ગામનાં ઝકાર ફળિયામાં ભાડે નાં મકાનમાં ગેરકાયદેસર ડીગ્રી વગર ડોકટર બની ક્લિનિક ચલાવતા સુનિલ સદાશિવ ભાઈ પવાર રહે.મૂળ મહારાષ્ટ્ર રાજ્યના સટાણા તાલુકાના સોમપુર ગામનો વતની છે.જેઓને SOGના અમરનાથ ભાઈ તેમજ મયુરભાઈને બાતમી મળતા બાતમીના આધારે રેડ પાડતા બોગસ ડોકટર સુનિલભાઈ ડીગ્રી વગર દર્દીઓની સારવાર કરતા રંગેહાથ ઝડપાઇ ગયો હતો.ઘરમાં ચલાવતા ક્લિનિકમાં તલાશી લેતા મોટા પ્રમાણમાં દવાઓનો જથ્થો તેમજ પ્રેકટીસ કરવાના સાધનો મળી કુલ રૂપિયા-19721 મુદ્દામાલ કબ્જે કરી બોગસ ડોકટર સુનિલ ની ધરપકડ કરી વાંસદા પોલીસ મથકે ગુનો નોંધ કરી વધુની તપાસ ખેરગામ પોલીસ મથકના પીએસઆઇ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!