WAKANER:વાંકાનેરના વિરપરમાં શ્રાવણીયો જુગાર રમતાં અલગ અલગ બે દરોડા ૧૧ ઈસમો ઝડપાયા
WAKANER:વાંકાનેરના વિરપરમાં શ્રાવણીયો જુગાર રમતાં અલગ અલગ બે દરોડા ૧૧ ઈસમો ઝડપાયા
વાંકાનેર : વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમ દ્વારા વીરપર ગામે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે બે અલગ અલગ દરોડામાં 11 શખ્સોને જાહેરમાં જુગાર રમતા ઝડપી લીધા હતા.
(૧) દરોડામાં – બુટાભાઈ દેકાવાડીયા, ધનજીભાઈ દેકાવાડીયા, વનરાજભાઈ દેકાવાડીયા, હિતેશભાઈ ડાંગરોચા, સુનિલભાઈ ડાંગરોચા અને સાગરભાઈ ડાંગરોચાને 12,600 રોકડા રૂપિયા અને ગંજીપત્તા સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
(૨) દરોડામાં વિરપર ગામે દૂધની ડેરી પાસે જુગારની મહેફિલ જમાવી તીનપતિ રમી રહેલા આરોપી અજય ઉર્ફે કુકો રૂપાભાઈ ડાંગરોચા, બાબો બેચરભાઈ દેકાવાડિયા, બેચર બચુભાઇ દેકાવાડિયા, વિજય બેચરભાઈ દેકાવાડિયા અને કાળું રણછોડભાઈ દેકાવાડિયાને જાહેરમાં જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 10,200 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.







