વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં આવેલ
શિવમ એજ્યુકેશન ટ્રસ્ટ મહુવાસ સંચાલિત શ્રી સત્ય સાંઈ સ્કૂલ ઓફ નર્સિંગ માં ANM & GNM ના નર્સિંગ નો અભ્યાસ સરકાર માન્ય ચાલે છે. જેમાં A.N.M. નું પરિણામ આ વર્ષે ૧૦૦% આવતાં ખુશીની લહેર જોવા મળી છે. તેમજ ધંધુકિયા માનસીબેન રમણીકભાઇ એ 73.83% સાથે પ્રથમ ક્રમ, ગામિત સેલીનાબેન રાયસિંગભાઈ એ 71.67% સાથે દ્વિતિય ક્રમ અને ભોયા બિંદિયાકુમારી અનિલભાઈ એ 68% સાથે તૃતીય ક્રમ પ્રાપ્ત કરેલ છે.આ પ્રસંગે કૉલેજ ના આચાર્ય દામિનીબેન, ડાયરેક્ટર દિશાંતભાઈ ઠાકોર તથા સંચાલક ડૉ. કમલેશસિંહ ઠાકોર એ શુભેચ્છા પાઠવી હતી આ વર્ષે યુનિટી હોસ્પિટલમાં A.N.M. ની તમામ દિકરી ઓને કેમ્પસ પ્લેસમેન્ટ મળ્યું છે જેની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી હતી.