GUJARATNAVSARINAVSARI CITY / TALUKO
Navsari: રાજ્ય યુવા ઉત્સવ-૨૦૨૪માં નવસારી જિલ્લાના ૧૨ સ્પર્ધકો ઝળક્યા

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
વિવિધ સ્પર્ધામાં પ્રથમ ક્રમે ૮ અને દ્વિતીય ક્રમે ૪ સ્પર્ધકો વિજેતા બનતા નવસારી જિલ્લા સમગ્ર રાજ્યમાં તૃતીય ક્રમે રહ્યું. રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ દ્વારા રાજ્ય કક્ષાની યુવા ઉત્સવ-૨૦૨૪ સ્પર્ધા રાજકોટ શહેરના હેમુ ગઢવી નાટ્યગૃહ ખાતે યોજાઇ હતી . જેમાં વિવિધ સ્પર્ધા અંતર્ગત નવસારી જિલ્લાના સ્પર્ધકો /વિધાર્થીઓ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. યોજાયેલી સ્પર્ધામાં પ્રથમ ક્રમે ૮ અને દ્વિતીય ક્રમે ૪ આમ કુલ ૧૨ સ્પર્ધકો /વિધાર્થીઓ વિજેતા થયા છે. સમગ્ર ગુજરાત પ્રદેશ કક્ષાની સ્પર્ધામાં નવસારી જિલ્લાના કુલ ૧૨ સ્પર્ધકો વિજેતા તથા રાજ્ય યુવા ઉત્સવ-૨૦૨૪માં નવસારી જિલ્લો તૃતીય ક્રમે રહ્યો હતો.




