અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : જિલ્લા કલેક્ટર તેમજ જિલ્લા વિકાસ અધિકારી અને અન્ય અરવલ્લી સાયકલ ગ્રુપના 17 મેમ્બરએ 150 કિલોમીટર ની યાત્રા પૂર્ણ કરી હતી.
ગુજરાત રાજ્યના કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાના આહવાનને પૂરું કરવા અરવલ્લી જિલ્લામાં એવરી સન ડે ઓન સાયકલિંગની તા. 5 જાન્યુઆરી 2025ના રોજ થી એક પણ રવિવારની રજા વગર એવરી સન્ડે ઓન સાયકલિંગ યોજવામાં આવી રહી છે.જેની અંદર અરવલ્લી જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારિક,જિલ્લા વિકાસ અધિકારી,મોડાસા નગરપાલિકા પ્રમુખ તેમજ બીજા અન્ય નગરજનો સાઈકલિસ્ટમાં જોડાય છે. જેમાં સ્વાસ્થ્ય પર્યાવરણ પૈસાની બચત તેમજ ઘણા બધા ફાયદાઓ સાયકલ ચલાવાથી થાય છે.ગત તારીખ 23 ઓગસ્ટ શનુવારના રોજ મોડાસા થી સાત કુંડા સંતરામપુર જિલ્લો મહીસાગર ખાતે જવાનું નક્કી કરતા સવારે 4. 50 કલાકે મોડાસા થી શરૂ કરીને માલપુર લુણાવાડા થઈને સાત કુંડા સંતરામપુર ખાતે 11:00 કલાકે આ સાયકલ યાત્રા પહોંચી હતી.ત્યાં ધોધ અને અન્ય રમણીય વિસ્તાર ડુંગર વિસ્તારમાં બિરાજમાન મહાદેવના દર્શન કરી જિલ્લા કલેકટર ની સાયલિસ્ટો ની ટીમ બપોરે 1.00 વાગ્યે પરત મોડાસા આવવા નીકળેલ રાત્રે 8:30 કલાકે મોડાસા પરત ફરેલ જેમાં જેમાં કલેક્ટર તેમજ જિલ્લા વિકાસ અધિકારી અને અન્ય અરવલ્લી સાયકલ ગ્રુપના 17 મેમ્બરએ 150 કિલોમીટર ની યાત્રા પૂર્ણ કરી હતી.