GIR SOMNATHKODINAR
પેઢાવાડા માધ્યમિક શાળા માં વિશ્વ જળ દિવસ ઉજવાયો.

નહેરુ યુવા કેન્દ્ર જૂનાગઢ,દ્વારા કોડીનાર ના પેઢાવાડા માધ્યમિક શાળા મુકામે શાળાના બાળકોને વિશ્વ જળ દિવસ નું મહત્વ અને તેની જરૂરિયાત ની ઝાંખી પ્રસ્તુત કરવામાં આવી.તેમજ પાણીનું મહત્વ અને તેના સંરક્ષણ માટેના વિવિધ રીતો શીખવામાં આવી .તેમજ વકૃત્વ સ્પર્ધા દ્વારા દરેક બાળકે પોતાની અભિવ્યકી પ્રસ્તુત કરી અને જળ એજ જીવન સ્લોગન સાથક સાબિત કર્યું.અને બાળકોને પ્રમાણપત્ર અને આચાર્ય દ્વારા મોમેન્ટો આપી સન્માનિત કરાયા. આ તકે પ્રકાશ જે મકવાણા આચાર્ય શ્રી રામસિંગભાઈ બારડ અને હરિભાઈ ડોડીયા,શાંતિ બેન વાઢેળ તેમજ બાળકો હાજર રહ્યા હતા.



