વાત્સલ્યમ્ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી જિલ્લાના વાંસદા ગ્રામ પંચાયત દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસ નિમિત્તે “સેવા પખવાડિયા” કાર્યક્રમ વાંસદા ગ્રામ પંચાયત ટાઉન હોલ ખાતે યોજવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વડલી વડબારી અને પાટા ફળિયાની ગંગાસ્વરૂપ બહેનોને સ્ટીલનો ડબ્બો, મીઠાઈ અને સાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે ભા.જ.પા. આદિજાતિ મહામંત્રી પિયુષભાઈ પટેલ, ભાજપ જિલ્લા સંયોજક રાકેશભાઈ શર્મા, સરપંચ ગુલાબભાઈ પટેલ, ઉપસરપંચ હેમાબેન શર્મા, ભૂતપૂર્વ સરપંચ હીનાબેનપટેલ, તાલુકા પંચાયત પ્રમુખ દીપ્તિબેન, સેવા પખવાડિયા ના તાલુકા ના સહ સંયોજક ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ ગ્રામ પંચાયતના સભ્ય રામભાઈ મોહિતે, અજયભાઈ, હસમુખભાઈ શર્મા, મહેશભાઈ, ચિરાગભાઈ કડોદિયા, મેહુલભાઈ, હિતેશભાઈ, કમળાબેન અને બિનાબેન ઉપસ્થિત રહ્યા હતા. અને તેમના હસ્તે ગંગા સ્વરૂપ બહેનોને સાલ સ્ટીલનો ડબ્બો અને મીઠાઈ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ ગામના આગેવાનો દિપકભાઈ શર્મા, કૌશિકભાઈ પટેલ, પ્રદૂમનસિંહ સોલંકી, ભુપેનભાઈ, રાજુ મોહિતે, ભાવિનભાઈ અને સુનિલભાઈ પાડવી સહિતના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.વાંસદાના ઇતિહાસમાં પ્રથમ વાર આટલી મોટી જનમેદની તે પણ ગંગાસ્વરૂપ બહેનોની જોવા મળી હતી