
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
વાંસદા તાલુકાનું વહીવટી તંત્ર દ્ધારા વિકાસના કામો માટે કોન્ટ્રાક્ટરરો પાસેથી વસુલવામાં આવે છે મસમોટી ટકાવારી.
ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયલા પ્રમુખ અને હોદ્દેદારો દ્ધારા ચલાવવામાં આવેલ છે તાલુકા પંચાયત નું રાજ જ્યારે તાલુકા પંચાયત અને સરપંચો કામગીરી કરવા દેવા માટે ટકાવારીની માંગણી કરે છે.
૧ લાખ રૂપિયા નું કામ હોય તો ૨૨ થી ૨૩ હજાર રૂપિયા અધિકારીઓ અને સરપંચો ને આપવામાં જ ખર્ચ થઈ જતા હોવાનો આક્ષેપ.

બોક્ષ:૧
વાંસદા તાલુકા ના કોન્ટ્રાક્ટર સાથે નો સંવાદ:-
સવાલ:૧ કોને કોને કેટલી ટકાવારી આપવી પડે છે?
જવાબ:-૫% એ.સો. ને આપવા પડે.તાલુકા વિકાસ અધિકારી ને ૨% આપવા પડે.
સવાલ:૨ તો સરપંચને કેટલા આપવાના?
જવાબ:-સરપંચ કોઈ ૧૦% અને કોઈ સરપંચ તો ૧૨% પણ માંગે છે.
સવાલ:૩ બીજા કોને કોને આપવા પડે?
જવાબ:- આર એન્ડ બી ના ડી ને ૧% આપવાનો જ્યારે તાલુકા પંચાયત ને પાર્ટી ફંડના ૨% આપવા પડે.જ્યારે ભાવેશ કોમ્પ્યુટર ઓપરેટર પણ ૫૦૦ અને ૧૦૦૦ રૂપિયા માંગે છે.
સવાલ:૪તો ટોટલ ૧ લાખ નું કામ કરવાનું હોય તો કેટલા ટકા રકમ આપવી પડે.
જવાબ:- ૧ લાખ રૂપિયા સુધીનું કામ હોય તો ૨૨% જેટલાં પૈસા વહેંચવામાં પુરા થઈ જાય.
સવાલ: ૫તો સરપંચો શા માટે પૈસા લે છે.
જવાબ:- સરપંચ કામ આપે એના પૈસા લે છે.જ્યારે સરપંચો કામગીરી કરવા માટે આપે એના એગ્રીમેન્ટ કરે છે.જ્યારે એના માટે ૧૦ થી ૧૨ ટકા પૈસા માંગે છે.
સવાલ:૬ તમે કેટલી ગ્રામ પંચાયત માં કામગીરી કરો છો?
જવાબ:- હું ૪ થી ૫ ગામ પંચાયત માં કામગીરી કરું છું. જ્યારે હાલ તો કામો કરું છું પણ તમે પેપર માં લખો કે આવી ટકાવારી લેવામાં આવે છે એ અને આવનારા દિવસોમાં એ.સી.બી પણ કરાવવી પડે એમ છે.
:- નામ ના જાહેર કરવાની શરતે એક કોન્ટ્રાક્ટ દ્ધારા સમગ્ર માહિતી આપવામાં આવી હતી.
બોક્ષ:૨
તાલુકા વિકાસ અધિકારી વાંસદા દ્ધારા જણાવવામાં આવ્યું હતું કે આવી કોઈ ટકાવારી લેવામાં આવતી નથી અને આ કામગીરી તો સરપંચો દ્ધારા કરાવવાની હોય છે.જેના થી અમારે તો કાગળ પર કામગીરી કરવાની હોય.
:- તાલુકા વિકાસ અધિકારી વાંસદા
બોક્ષ:૩
તાલુકા પંચાયત પ્રમુખ વાંસદા ને આ બાબત પૂછતાં જણાવ્યુ હતું કે પાર્ટી ફંડના નામે અમે કોઈ ટકાવારી લેતા નથી.જ્યારે તાલુકા વિકાસ અધિકારી અને સરપંચો કે એ.સો ટકાવારી લે છે એ મને ખબર નથી.
:- દિપ્તીબેન પટેલ
(તાલુકા પંચાયત પ્રમુખ વાંસદા)
બોક્ષ:૩
વાંસદા તાલુકા પંચાયત ખાતે અધિકારીઓ નુ નહીં પણ ટકાવારી નું રાજ ચાલે છે.જ્યારે આ બાબત મારા ધ્યાન માં પણ આવી છે.ત્યારે આ ટકાવારી રાજના કારણ થી તાલુકાના ગામડાઓમાં ગુણવત્તા યુક્ત કામગીરી થતી નથી.
:- અનંતભાઈ પટેલ
(ધારાસભ્ય ચીખલી-વાંસદા કોંગ્રેસ)
બોક્ષ:૪
વાંસદા ના ધાકમાળ ગામ ખાતે બનેલ માર્ગ સમગ્ર બાબત ની સાબિતી પૂરતો હોય એમ કહેવું ખોટું નથી.જ્યારે વાંસદા ખાંભડા મુખ્ય માર્ગ થી ધાકમાળ નિશાળ ફળિયા નહેર પાસે થી ફળિયામાં જતો માર્ગ હાલ ચોમાસા પહેલાં બન્યો હતો.જ્યારે એક વર્ષ પણ પૂર્ણ ના થયુ હોય.જ્યારે આ માર્ગ હાલ બિસ્માર હાલત માં જોવા મળે છે.જ્યારે ગ્રામ પંચાયત દ્ધારા આ માર્ગ બનવ્યો લોકો ની સુખાકારી માટે કે પછી ટકાવારી માટે? જ્યારે તાલુકામાં એવા તો કેટલાય માર્ગ બન્યા અને ગુણવત્તાના અભાવ થી તૂટી ગયા હશે.




