અપેક્ષ સ્પોર્ટ્સ દ્વારા સંયોજિત, ગુજરાત સ્ટેટ બિલિયર્ડ્સ અસોસિયેશનના માર્ગદર્શન હેઠળ અને 147 અકાદમી, વલસાડ ખાતે યોજાયેલી ગુજરાત સ્ટેટ મલ્ટી-સિટી ઓપન રેંકિંગ સ્નૂકર અને બિલિયર્ડ્સ ટૂર્નામેન્ટ 2025માં દિશાંત ઠાકોરે 15 રેડ અને 6 રેડ સ્નૂકર બંને કેટેગરીમાં વિજય મેળવી ડબલ ખિતાબ પોતાના નામે કર્યો. દિશાંતે 15 રેડના ફાઇનલમાં વેદાંત કાંસારા સામે 4-1થી જીત મેળવી જ્યારે 6 રેડના રોમાંચક ફાઇનલમાં યશ ગોકાણી સામે 4-3થી નિર્ધારક ફ્રેમમાં 55 બ્રેક સાથે ટાઈટલ જીત્યો. અન્ય પરિણામો પ્રમાણે 15 રેડ સ્નૂકરમાં રનર્સ અપ વેદાંત કાંસારા બન્યા હતા, જ્યારે સેમીફાઇનલ સુધી યશ ગોકાણી અને જેનિલ મણિયાર પહોંચ્યા હતા અને ક્વાર્ટરફાઇનલમાં દક્ષેશ પટેલ, ઉમેશ ખુમણ, નદીમ મિસ્ત્રી અને હિતેન પટેલ રહ્યા હતા. 6 રેડ સ્નૂકરમાં રનર્સ અપ યશ ગોકાણી, સેમીફાઇનલિસ્ટ નિકુંજ તંડેલ અને હિતેન પટેલ હતા, જ્યારે ક્વાર્ટરફાઇનલ સુધી આકાશ દેસાઈ, વેદાંત કાંસારા, ઉમેશ ખુમણ અને મીત દેસાઈ પહોંચ્યા હતા. બિલિયર્ડ્સ કેટેગરીમાં વિજેતા વેદાંત કાંસારા અને રનર્સ અપ પર્ઝાન આવરી રહ્યા હતા. જૂનિયર સ્નૂકરમાં કબીર શેખે ખિતાબ જીત્યો હતો અને આયુષ વ્યાસ રનર્સ અપ રહ્યો હતો, જ્યારે તિલક પટેલ અને રુદ્ર રાવલ સેમીફાઇનલ સુધી પહોંચ્યા હતા. આ ટૂર્નામેન્ટ દક્ષિણ ગુજરાતના ખેલાડીઓને મંચ આપતો અને નવા ટેલેન્ટને ઉજાગર કરતો એક સફળ આયોજિત ખેલ મહાકુંભ સાબિત થયો.