GUJARAT

Navsari: જિલ્લા પંચાયત નવસારી અને રેડક્રોસ નવસારી દ્વારા કેન્સર નિદાન કેમ્પ યોજાયો..

વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ

નવસારી જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ અને રેડક્રોસ નવસારીના સંયુક્ત ઉપક્રમથી આજ રોજ અર્બન હેલ્થ સેન્ટર–૧, દશેરાટેકરી ખાતે નવસારી તાલુકા તેમજ નવસારી-વિજલપોર મહાનગરપાલિકા વિસ્તારની બહેનો માટે કેન્સર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પનું આયોજન જિલ્લા આરોગ્ય અધિકારી ડો. રાજેન્દ્ર રંગુનવાલા તથા માનનીય અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મયંક ચૌધરીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. કેમ્પમાં ડો. અતુલ નાયક અને રેડક્રોસ અમદાવાદની ટીમ દ્વારા ૧૭૦થી વધુ બહેનોની ગર્ભાશયના મુખનો કેન્સર, સ્તન કેન્સર સહિત વિવિધ પ્રકારના કેન્સરની વિગતવાર તપાસ કરવામાં આવી હતી. કેમ્પમાં બહેનોને કેન્સર શું છે, તેનું સમયસર નિદાન કેમ જરૂરી છે તેમજ તેની અટકાવ અને ઉપચાર વિશે સરળ અને વિસ્તૃત માહિતી આપવામાં આવી, જેથી બહેનોમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ વધે અને તેઓ સમયસર યોગ્ય સારવાર મેળવી શકે.આ કેમ્પમાં સિવિલ સર્જનશ્રી ડો. માંગુકીયા, ગાયનેકોલોજીસ્ટ ડો. નેહા પટેલ, ડો. અતુલ નાયક તેમજ તાલુકા આરોગ્ય અધિકારી ડો. અલ્પેશ પટેલ ઉપસ્તિથ રહ્યા હતા .

Back to top button
error: Content is protected !!