GUJARAT
Navsari: નવસારી ખાતે ટ્રાફિક અવેરનેસ જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
નવસારી જિલ્લામાં આગામી દિવસોમાં શાળાઓ શરૂ થનાર હોઇ, વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી કોઇ ગંભીર બનાવ ન બને તે હેતુસર ઇન્ચાર્જ એઆરટીઓ શ્રી એ.એમ.પટેલ, મોટર વાહન નિરીક્ષક શ્રી બી.એન.ચૌહાણ, સહાયક મોટર વાહન નિરિક્ષક શ્રી એસ.એસ.યાદવે તા. ૧/૦૬/૨૦૨૪ ના રોજ એ.આર.ટી.ઓ.કચેરી નવસારી ખાતે સ્કુલ બસ, રીક્ષા એસોસિએશન, સ્કુલ વાન એસોસિએશનના સભ્યોને સાથે ટ્રાફિક અવેરનેસ જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન રાખવામાં આવ્યું હતું. જેમાં નવસારી શહેરના અલગ અલગ વિસ્તારમાંથી રીક્ષા ચાલકો તથા વાહનોના ડ્રાઇવરો, એસોસિએશનના આગેવાનો તથા સભ્યો હાજર રહયા હતાં. જેમાં ટ્રાફિક અવેરનેસ તથા ટ્રાફિક નિયમોનું ચુસ્તપણે પાલન કરવા અંગે સમજ આપવામાં આવી હતી.