GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી ABVP દ્વારા અમદાવાદ પ્લેન ક્રેશ દુઃખદ ઘટનામાં મૃત્યુ પામેલ મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ 

 

MORBI:મોરબી ABVP દ્વારા અમદાવાદ પ્લેન ક્રેશ દુઃખદ ઘટનામાં મૃત્યુ પામેલ મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ

 

 

ABVP મોરબી દ્વારા અમદાવાદ (કર્ણાવતી) પ્લેન ક્રેશ દુઃખદ ઘટનામાં મૃત્યુ પામેલ મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી તેમજ આ દુર્ઘટનામાં ઘાયલ થયેલ લોકો જલ્દીથી જ સ્વસ્થ થઈ જાય તેવી પ્રાર્થના કરવામાં આવી.

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એ 9 જુલાઈ , 1949 થી વિધાર્થીહિત અને રાષ્ટ્રહિત ના કાર્યો કરતું વિશ્વ નું સૌથી મોટું છાત્ર સંગઠન છે.

અમદાવાદ ( કર્ણાવતી ) ના મેઘાણીનગરમાં આઇજીપી કેપાઉન્ડમાં તારીખ 12/06/2025 ને ગુરુવારના રોજ એર ઈન્ડિયા એર ઇન્ડિયા ફ્લાઈટ AI 171 ક્રેશ થવાની ઘાટના દુઃખદ છે.

આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલ મૃતકોને અ.ભા.વિ.પ મોરબી દ્વારા શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી તેમજ ઘાયલ થયેલ લોકો જલ્દીથી જ સ્વસ્થ થઈ જાય તેવી ઈશ્વર પાસે પ્રાર્થના કરવામાં આવી.

આ દુર્ઘટનામાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના પૂર્વ કાર્યકર્તા અને ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું દુઃખદ અવસાન થતાં અ.ભા.વિ.પ પરિવાર શોકની લાગણી અનુભવે છે.

Back to top button
error: Content is protected !!