વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ
ખેરગામ પોલીસ મથકના પીએસઆઇ એમબી ગામીત તથા તેમની ટીમ ખેરગામ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન કારમાં દારૂ ભરેલી કાર પસાર થવાની હોવાની તેમને બાતમી મળતા વોચ ગોઠવી એક લાખથી વધુના દારૂ સહિત ત્રણ લાખથી વધુના મુદ્દામાલ સાથે બે શખશોને ઝડપી પાડયા હતા.
ખેરગામ પોલીસને મળેલી બાતમીના આધારે અટગામ થી ચીખલી જતા માર્ગ ઉપર આવેલ ઘેજ ખરેરા નદીના બ્રિજ પાસે વોચ ગોઠવી હતી.દરમ્યાન બાતમી વાળી જગ્યાએથી પસાર થતી હુન્ડાઈ i 20 કાર નંબર GJ-15-AD-6608 નંબર વાળી આવતી કારને અટકાવી કારમાં તપાસ કરતા કારમાંથી વગર પાસ પરમિટ વિનાનો વિદેશી દારૂની કુલ બોટલ નંગ 768 ની કિંમત 100800 રૂપિયા 2 મોબાઈલની કિંમત 6000 રૂપિયા i 20 કારની કિંમત200000 રૂપિયા મળી કુલ 306800 રૂપિયાનો મુદ્દા માલ સાથે પારડીના મિલન પટેલ,વાપી કવાલગામ સુનિલ નાયકાની ધરપકડ કરી હતી.જ્યારે 5 જેટલા શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા હતા.