NAVSARIVANSADA

વાંસદા ખાતે પરમ પૂજ્યનીય જલારામ બાપા ની ભવ્ય ઉજવણી કરવામાં આવી..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

નવસારી જિલ્લાના વાંસદા ખાતે જલારામ મંદિરમાં પૂજ્ય જલારામ બાપાની 226 જન્મ જયંતી  ધામધૂમથી  ઉજવવામાં આવી હતી  જેમાં આશરે પાંચથી સાત હજાર ભક્તોજનો જોડાયા હતા
આજે વહેલી સવારથી ધર્માદાજા પૂજા મહાઆરતીમાં શરૂ કરી દેવામાં આવી હતી.આ પ્રસંગે મહાપ્રસાદીનો આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભારે તાદાતમાં લોકો જોડાઈ જલારામ બાપાના દર્શન કરી મહાપ્રસાદીનું લાભ લીધો હતો.આ પ્રસંગે ગ્રામ પંચાયત વાંસદા ના સરપંચ સહિત તેમની ટીમનો ખૂબ જ સહયોગ  રહ્યો હતો સાથે નગરજનોના વિવિધ સેવાભાવી મંડળો અને દાતાઓના દાનના સહયોગથી ખૂબ જ શાંતિપૂર્વક જલારામ જયંતિ ઉજવવામાં આવી હતી સાંજે ચાર કલાકે વાંસદા નગરમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી જેમાં હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા.જ્યારે પ્રસંગે ઉપસ્થિત તમામ દાતાઓનો  શ્રી જલારામ સેવા ટ્રસ્ટ . વાંસદા અને જલારામ જનસેવા પ્રતિષ્ઠાન વાંસદાના તમામ ટ્રસ્ટી ગણ આભાર વ્યક્ત  કર્યો હતો

Back to top button
error: Content is protected !!