NAVSARIVANSADA

વાંસદા ખાતે સમસ્ત કુકણા, કોકણી, કોકણા સમાજના મહાસંમેલનની પૂર્વ તૈયારીના ભાગરૂપે પાંચ જીલ્લાની બેઠક યોજાઈ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ નવસારી સમસ્ત કુકણા, કોકણી, કોકણા સમાજ ગુજરાત રાજયના વિવિધ જીલ્લામાં દક્ષિણ ગુજરાતમાં વસેલા જ્ઞાતિ મંડળના વિવિધ સંગઠનો સાથેની બેઠક આજે વાંસદા ખાતે મહાસંમેલનની પૂર્વ તૈયારીના ભાગરૂપે પાંચ જીલ્લાની બેઠકનું આયોજન કરવામાં આવેલ.સમસ્ત કોકણી, કુકણા, કોકણા જ્ઞાતિ કંડળની આજરોજ તા.૨૬/૦૨/૨૦૨૩ના રોજ દક્ષિણ ગુજરાત વિવિધ જીલ્લા જેવા કે સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગ જીલ્લાના પ્રતિનિધિઓ સાથે આગામી તા.૨૩/૦૪/૨૦૨૩ અને તા.૨૪/૦૪/૨૦૨૩ના રોજ મહારાષ્ટ્ર નાદુરી (સંપ્તશૃંગી) ગઢ ખાતે મહાસંમેલન યોજાવા જઈ રહયુ છે. જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર, દા.ન.હવેલી તેમજ રાજસ્થાન, કર્ણાટક રાજયોમાંથી આદિવાસી કુકણા, કોકણી, કોકણા જ્ઞાતિના લોકોના સંયુકત અને કુળ પરિવારોને એક મંચ (પ્લેટફોર્મ) ઉપર લાવી આવનાર પેઢીને સમાજના રીત–રીવાજો ભાષા, બોલી, પહેરવેશ, રૂઢિ પરંપરાગત, જન્મ, મરણ અને લગ્નની રીત–રીવાજો સાથે આર્થિક અને શૈક્ષણિક સમસ્યાને ઉત્થાન કરવા માટે સમગ્ર મોટા રાજયોના જ્ઞાતિ મંડળો સાથે રાષ્ટ્રીય મહાસંમેલન સ્વરૂપે યોજાઈ રહયુ છે.

(કુકણા, કોકણી, કોકણા(કુનબી) ના આશરે ૧૦૪ જેટલા કુળ થવા જાય છે. જેનુ મહાસંમેલન આગામી તા ૨૩/૪/૨૦૨૩ અને ૨૪/૪/૨૦૨૩ ના રોજ મહારાષ્ટ્રના નાદુરી ( સપ્તશૃંગી ગઢ) ખાતે મળનાર છે તેના તૈયારી ના ભાગ રૂપે મિટિંગ રાખવામાં આવેલ છે. જેમા સુરત, નવસારી, વલસાડ, ચીખલી, ખેરગામ, વાસદા, તાપી ધરમપુર આહવા કપરાડા, ડાંગ જીલ્લાના તમામ પ્રતિનિધિઓ સાથે મિટીગ કુકણા સમાજ વાંસદા તારીખ- ૨૬/૨/૨૦૨૩ ના રોજ શ્રીઆનંદભાઈ ડી. બાગુલ ના અધ્યક્ષ સ્થાને સભા મળેલ તેના ફોટોગ્રાફ.)

આ અગાઉ તા.૧૯/૦૨/૨૦૨૩ ના રોજ મહારાષ્ટ્ર વણી (નાશિક) ખાતે ૨૫ સભ્યોની એક કોર કિંમટની રચના કરવામાં આવેલ જેમાં દરેક રાજયોના જીલ્લાને પ્રતિનિધિત્વ આપવામાં આવેલ, તેના ભાગરૂપે આજરોજ વાંસદા કુંકણા સમાજ ભવનમાં વિવિધ જીલ્લા કુકણા, કોકણી, કોકણા જ્ઞાતિ મંડળના સંગઠનો, કુળ પરિવારના પ્રમુખમંત્રી તેમજ વિવિધ સાહિત્ય કળા અને NGO ધરાવતા સંસ્થાઓના પ્રતિનિધિ સાથે વલસાડ, ધરમપુર, કપરાડા, નવસારી, વાંસદા, ચીખલી, ખેરગામ અને સુરત, બારડોલી, પલસાણા તેમજ વ્યારા, નિઝર, સોનગઢ તેમજ ડાંગ, સુબિર અને આહવા તાલુકાના પ્રતિનિધિઓ હાજર રહી ત્યાંના સ્થાનિક સંગઠનો જીલ્લા તાલુકાના સમિતિની રચના કરી કામગીરી અને જવાબદારી નકકી કરવા આ સંમેલનના ઉદેશ્યો, હેતુઓ સાથે ચર્ચા કરી ગામના છેવાડાના કોકણી, કોકણા, કુકણા સમાજ આ સંમેલનમાં ભાગ લઈ પોતાનામાં રહેલી કળા, શિકત, કૌશલ્યને બહાર લાવવા તેમજ સંશોધનો, કુંકણા સમાજનો ઈતિહાસ ભાષા સુધીની જન-જાગૃતિ કરવા સમિતિની રચના કરવામાં આવેલ.

આજની આ બેઠકમાં સમાજના અગ્રણીઓ શ્રી આનંદભાઈ ડી. બાગુલ (નિવૃત ડે.કલકેકટર) વ્યારાના અઘ્યક્ષસ્થાને રાખવામાં આવેલ. વ્યારા–તાપીના ધારાસભ્યશ્રી મોહનભાઈ કોકણી, બાલુભાઈ ગાંગુડે, ગુજરાતના સાહિત્યકળાના લેખનકાર્ય કરનાર શ્રી ડાહયાભાઈ વાઢું તેમજ સમાજના રીત–રીવાજોની પૂર્વ ભૂમિકા તૈયાર કરનાર મહેશભાઈ ગાયકવાડ, છોટુભાઈ ગાવિત, ભીમસિંગભાઈ કોકણી, કાંતિભાઈ કુન્બી, ભાવનાબેન જેવા તમામ મહાનુભાવો ઉપસ્થિત રહી મહાસંમેલન તૈયારી રૂપે માર્ગદર્શન આપી આગામી તા.૧૨/૦૩/૨૦૨૩ના રોજ ધરમપુર ખાતે મહાસંમેલનની તૈયારી ના ભાગરૂપે દરેક જીલ્લા, તાલુકાના પ્રતિનિધિ અને ટીમના પ્રમુખમંત્રી મિટીંગમાં હાજર રહેવા અધ્યક્ષશ્રીએ હાકલ કરવામાં આવેલ.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!