GUJARAT
શિનોર ખાતે બ્રહ્મકુમારી હોલ માં સિનિયર સિટીજનો માટે નિઃશુલ્ક જીડીયાટ્રિક સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો
ફૈઝ ખત્રી..શિનોર શિનોર ખાતે નેશનલ આયુષ મિશન અંતર્ગત, વિશ્વ સિનિયર સિટીજન ડે ની ઉજવણીના ભાગ રૂપે નિયામક શ્રી આયુષ ની કચેરી ગાંધીનગર આરોગ્ય અને કલ્યાણ વિભાગ ગાંધીનગર, ની સૂચના મુજબ બ્રાહ્મકુમારી શિનોર ના સહયોગથી સિનિયર સિટીજનો માટે નિદાન તથા સારવાર તેમજ વિના મૂલ્યે દવાનો કેમ્પ યોજાયો. કાર્યક્રમની શરુઆત બ્રાહ્મકુમારી શિનોરના સંચાલિકા ધરતીબેન દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કેમ્પ ખુલ્લો મુકવામાં આવ્યો. આ કેમ્પમાં જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિ ના ચેરમેન નરેન્દ્રભાઈ રોહિત, જિલ્લા પંચાયત સદસ્ય સુમિત્રાબેન,.ડેપ્યુટી સરપંચ નીતિન ખત્રી.જીલ્લા ભાજપ મહામંત્રી હીનાબેન મોંઢ, જિલ્લા બક્ષીપંચ મોરચા પ્રમુખ રસીકભાઈ પ્રજાપતિ, સહકારી આગેવાન વિકાસ પટેલ, પ્રસાન્ત બારોટ, ઉદિત ગાંધી, ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત કેમ્પમાં ડૉ નિકુંજ પોપટાણી તેમજ ડોકટરની ટીમ દ્વારા વિવિધ રોગોની સારવાર કરી નિશુલ્ક દવાઓ આપવામાં આવી હતી.