BHANVADDEVBHOOMI DWARKA

Bhanvad : ભાણવડથી સ્મશાન રોડનું ખાતમુહૂર્ત કરતા કેબિનેટ મંત્રીશ્રી મુળુભાઇ બેરા

આ રસ્તાનું નિર્માણ થતાં નાગરિકોને તેમજ ખેડૂતોને સરળતા રહેશે – કેબિનેટ મંત્રીશ્રી મુળુભાઇ બેરા

***

માહિતી બ્યુરો – દેવભૂમિ દ્વારકા

        ભાણવડથી સ્મશાન (ત્રિવેણી સંગમ સ્થાન) જવા માટે અંદાજીત ૨૪૫ લાખના ખર્ચે રોડ બનાવવામાં આવશે. જેનું આજરોજ કેબિનેટ મંત્રીશ્રી મુળુભાઇ બેરાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

        આ તકે કેબિનેટ મંત્રીશ્રી મુળુભાઇ બેરાએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત ભાણવડથી સ્મશાન (ત્રિવેણી સંગમ સ્થાન) રોડ બનાવવામાં આવશે. આ રોડથી જાહેર જનતાને તેમજ ખેડૂતોને ઘણી સરળતા રહેશે. રસ્તાની ક્વોલિટી સારી હોય તે જરૂરી છે.

        વધુમાં મંત્રીશ્રીએ જણાવ્યું કે, તા. ૧ ઓકટોબરના રોજ મહાશ્રમદાન અભિયાન યોજાનાર છે. ત્યારે આપણે સૌ અભિયાનમાં  જોડાઈએ. આ તકે અગ્રણીશ્રી સાજણભાઈ રાવલિયા દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવ્યું હતું.

        આ તકે ઇન્ચાર્જ મામલતદારશ્રી જલપેશ બાબરીયા, અગ્રણીશ્રી ગોવિંદભાઈ કનારા, ચેતનભાઈ રાઠોડ, વી. ડી. મોરી, મેઘજીભાઈ, દેવશીભાઇ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!