નવસારી જિલ્લામાં સભા-સરઘસ, રેલી, ધાર્મિક કાર્યક્રમની પરવાનગી આપવા માટે પ્રાથિમક જાહેરનામું બહાર પડાયું
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી જિલ્લામાં સભા-સરઘસ, રેલી, લાઉડ સ્પીકર, લોકડાયરો, ધાર્મિક કાર્યક્રમ વિગેરીની પરવાનગી આપવા અંગે કાર્યપાલક મેજીસ્ટ્રેટશ્રી અને સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટશ્રીઓ તથા સબંધિત વિસ્તારના પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી તેમજ નાયક પોલીસ અધિક્ષક (હેડકવાર્ટર) નવસારીને અધિકારો સુપ્રત કરવામાં આવ્યા છે. જે અન્વયે અગાઉ બહાર પાડવામાં આવેલા જાહેરનામામાં જરૂરી સુધારો કરી આ અંગેના અધિકારો સુપ્રત કરવા જરૂરી જણાંય છે. અરજદારશ્રીઓને આવા પ્રકારની પરવાનગી મેળવવા માટે મુશ્કેલીઓ ન રહે અને આવા પ્રકારની સભા-સરઘસ કે અન્ય કાર્યક્રમોની પરવાનગીથી સામાન્ય લોકોના જાહેર જીવન તેમજ કામકાજને કોઇ અડચણ, ખલેલ ન પહોંચે તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે જરૂરી છે.
જે અન્વયે પ્રાથમિક જાહેરનામામાં જરૂરી સુધારો કરવાનું યોગ્ય જણાંતા નવસારી જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી ક્ષિપ્રા આગ્રેએ અધિકારીશ્રીઓને પોતાના તાબાના વિસ્તારમાં આવી પરવાનગીઓ આપવા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી, સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટશ્રી/કાર્યપાલક મેજીસ્ટ્રેટશ્રીએ સભા અને સરઘસ (નવસારી જિલ્લા વિસ્તાર) માં નિયમન અને વ્યવસ્થા સુધારા નિયમો-૧૯૯૮ મુજબ પરવાનગી આપવા અધિકૃત કરવામાં આવ્યા છે. જે સુધારો કરવામાં આવ્યા છે તે સિવાયના અન્ય નિયમોની અન્ય જોગવાઇઓ યથાવત રહેશે. આ હુકમનો અનાદર કરનાર કે ભંગ કરનાર વ્યકિત ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૧૩૧ મુજબ શિક્ષાને પાત્ર થશે.