NAVSARINAVSARI CITY / TALUKO

નવસારી જિલ્લાના બીલીમોરા ખાતેથી કુખ્યાત ગેંગ ના ચાર આરોપીઓને એસએસસી પોલીસની ટીમે ઝડપી પાડ્યા

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

પ્રાપ્ત અહેવાલ મુજબ નવસારી જિલ્લાના બીલીમોરા ખાતે કુખ્યાત ગેંગના શાર્પશૂટરો એ બીલીમોરાની એક હોટલમાં હથિયારની ડિલિવરી માટે ભેગા થવાના છે. તેવી પૂર્વ બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે વોચ ગોઠવી હતી તે દરમિયાન હથિયાર સપ્લાય કરવા આવેલા બે શાર્પશૂટરો પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા. પૂછપરછ કરતા બે આરોપીઓ મંદિરે દર્શન કરવા ગયા હોવાના કબૂલાત કરતા આરોપીઓને પકડવા પોલીસની ટીમે ચક્રો ગતિમાન કર્યા હતા. એ દરમિયાન  શાર્પશૂટરો એ પોલીસ પર ગોળીબાર કરતા સ્વ બચાવ માટે એસએમસી ટીમે ફાયરિંગ કરતા એક આરોપીને પગમાં ગોળી વાગી હતી દરમ્યાન ચારેય આરોપીઓને હથિયારો અને કાર્ટિસ સાથે ઝડપી પાડી પોલીસે રાહતનો દમ લીધો હતો એસએમસી સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ રાજ્ય પોલીસવડા વિકાસ સહાયના સીધા માર્ગદર્શન હેઠળ કામ કરતી સ્ટેટ મોનિટરિંગ સેલના વડા નિલિપ્ત રાય અને પી.આઈ ચાવડાના માર્ગદર્શન હેઠળ એસએમસીની ટીમ સોદો કરવા આવેલા કુખ્યાત ગેંગના ઈસમોએ smc ની ટીમ પર ફાયરિંગ કર્યું હતું. જેથી સ્ટેટ મોનિટરિંગ સેલે સ્વ બચાવ માટે સામે ફાયરિંગ કરતા ગેંગસ્ટર એકના પગમાં ગોળી વાગી હતી પોલીસની ટીમે ચારેય આરોપીઓ દબોચી લીધા હતા જિલ્લા પોલીસના અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચી  વધુ તાગ મેળવવા અને અન્યોની સંડોવણી છે.કે કેમ તે દિશામાં તપાસ હાથ  હતી. જ્યારે ઘવાયેલા આરોપીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો  અન્ય આરોપીઓની ધરપકડ કરી વધુની તપાસ આદરી હતી. પ્રાથમિક તપાસમાં એક રાજસ્થાનનો મનિષ કુમાવત ગણદેવીમાં રહેતો જ્યારે બીજો  યશ સિંહ સુંદરસિંહ હરિયાણા અને ત્રીજો રિષભ અશોકભાઈ શર્મા મધ્યપ્રદેશ, તેમજ ચોથો આરોપી મદન ગોપીલાલ કુમાવત રાજસ્થાનને હથિયાર સાથે ઝડપી પાડી તેમના પાસેથી દેશી બનાવટની ત્રણ પિસ્ટલ તેમજ ૨૭ જીવતા કાર્ટિસ્ કબજે  કરી આરોપીઓને સળિયા પાછળ ધકેલી દઈ વધુની કાર્યવાહી હાથ ધરી હતી

Back to top button
error: Content is protected !!