નવસારી જિલ્લામાં અસલામતીના કારણે જાન્યુઆરી ૨૦૨૬ દરમિયાન કુલ ૨૬ જીવલેણ અકસ્માત નોંધાયા..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી જિલ્લામાં જાન્યુઆરી મહિનામાં ૨૬ જેટલા અસ્કમાતો વાહનો ગફલતભરી રીતે હાંકવું અને મોટરસાઇકલ ચાલકોએ હેલ્મેટ ન પહેરેવું જેવા મુખ્ય કારણોસર નોંધાયા છે.
વધુમાં બાળકો અને વિદ્યાર્થીઓએ શિક્ષકો કે ઘરના વડીલોના માર્ગદર્શન અને હાજરીમાં જ યોગ્ય જગ્યાએથી સલામત રીતે રોડ ક્રોસ કરવા ખાસ હિતાવહ
નવસારી જિલ્લામાં માર્ગ અકસ્માતોને નિવારવા માટે કેસ-ટુ-કેસ સ્ટડી કરી જિલ્લા ટ્રાફિક પોલીસ શાખા અને વહીવટીતંત્ર દ્વારા ટૂંકા- અને લાંબા-ગાળાની કામગીરી કરવામાં આવી રહી છે. આજના ઝડપી યુગમાં દર વર્ષે અનેક લોકો રોડ અકસ્માતોમાં મૃત્યુ પામે છે. આપણા જિલ્લામાં પણ દર વર્ષે ગુણવત્તાયુક્ત કે યોગ્ય રીત હેલ્મેટ ન પહેરવો કે સીટ બેલ્ટ ન બાંધવો કે ગફલતભરી રીતે વાહન હાંકવું જેવા કારણો જીવલેણ બને છે.
ગત જાન્યુઆરી ૨૦૨૬ દરમિયાન નવસારી જિલ્લામાં કુલ ૨૬ જીવલેણ અકસ્માત થયા હતા. જાન્યુઆરી ૨૦૨૬ દરમિયાન બનેલા આ જીવલેણ માર્ગ અકસ્માતોના વિશ્લેષણમાં મુખ્ય કારણોમાં ગફલતભરી રીતે વાહન હાંકવું અને મોટરસાઇકલ ચાલકોએ હેલ્મેટ ન પહેરેવું, વાહનની વધુ ગતિ, અને ટ્રાફિક નિયમોનો ભંગ કે અભાવ હોવાનું જણાયું છે.
નવસારી જિલ્લામાં માર્ગ અકસ્માતોને નિવારવા માટે કેસ-ટુ-કેસ સ્ટડી કરી જિલ્લા ટ્રાફિક પોલીસ શાખા અને વહીવટીતંત્ર દ્વારા ટૂંકા અને લાંબા-ગાળાની કામગીરી કરવામાં આવી છે. જેના કારણે ભવિષ્યમાં અન્ય અકસ્માતો નિવારી શકાય. જેમાં ડીવાઈડર પર એન્ટી-ગ્લેર મૂકવા, રોડની સાઈડમાં સફેદ પટ્ટા અને વચ્ચેના પટ્ટા પર કેટ-આઇ મૂકવા, સ્પીડ લીમીટ, યુ-ટર્ન અંગેના બોર્ડ મૂકવા તથા રહેણાંક વિસ્તાર અંગેના સાઈન બોર્ડ મૂકવામાં આવ્યા છે. ગતિ મર્યાદામાં વાહન ચલાવવા તથા રોડ સેફ્ટીના સાઇન બોર્ડ લગાવવામાં આવ્યા, સ્પીડ બ્રેકર/રમ્બલસ્ટ્રીપ લગાવવામાં આવ્યા, રોડ ઉપર આવેલ ઝાડ ઘાંસ અને માટી દૂર કરાવ્યા અને ઝીબ્રા ક્રોસિંગના પટ્ટા દોરવવામાં આવ્યા છે. આ સાથે, હેલ્મેટ પહેરવા અંગે અવેરનેસ કાર્યક્રમ રાખવા થકી નાગરિકો, યુવાનો અને બાળકોને જાગૃત કરવામાં પણ આવી રહ્યા છે.




