NAVSARINAVSARI CITY / TALUKO

નવસારી જિલ્લામાં પર્વતારોહણની સાહસિંહ પ્રવૃત્તિઓ અંગે તાલીમ શિબિર યોજાશે

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ગુજરાતના સાહસિકો (બાળકો/યુવાનો)ને પર્વતારોહણની સાહસિહ પ્રવૃત્તિઓમાં ઢાળવા માટે પર્વતારોહણ અંગે તાલીમ શિબિરનું આયોજન કરાયું છે. જેમાં નવસારી જિલ્લામાં એડવેન્ચર કોર્ષ, બેઝિક કોર્ષ, અને એડવાન્સ કોર્ષનું આયોજન નવસારી જિલ્લામાં થશે. આ તાલીમ વાંસદા તાલુકામાં આવેલ તોરણીયા સરાના ડુંગર પર આગામી તા.08 ફેબ્રુઆરી 2025 થી શરૂ થશે. જેમાં તા.08/02/2025 થી તા.14/02/2025 સુધી 7 દિવસનો રોક ક્લાઈમ્બિંગના એડવેન્ચર કોર્ષ (7 થી 14 વર્ષના બાળકો માટે), તા.08/02/2025 થી તા.17/02/2025 સુધી 15 દિવસનો કોર્ષ બેઝિક કોર્ષ (14 થી 45 વર્ષના તાલીમાર્થીઓ માટે, અને તા.08/02/2025 થી તા.12/02/2025 સુધી 10 દિવસનો એડવાન્સ કોર્ષ 14થી 45 વર્ષના તાલીમાર્થીઓ માટે આયોજન કરવામાં આવ્યો છે.

તસ્વીર – પ્રતિકાત્મક

Back to top button
error: Content is protected !!